નવસારી હાઇવે પર ટાયરો સળગાવી દલિત – આદિવાસીઓએ ચક્કાજામ કર્યો

0
113

સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એક્ટના કાયદામાં સુધારાના ચુકાદા સામે દેશના વિવિધ દલિત સંગઠનોએ આજે ભારત બંધનું આપેલા એલાન નવસારીમાં સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. આજે સવારે સ્ટેશનથી નીકળેલી બાઇક રેલી ગ્રીડ ને.હા.નં. ૪૮ પર પહોંચી રોડ પર ટાયરો સળગાવી દઇ હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો. જેના પગલે બંને બાજુ ચાર કિલોમીટર લાંબા લાઇન લાગી હતી. પોલીસે ૧૬૦ કાર્યકરોની ડીટેઇન કરી હાઇ-વે ખુલ્લો કર્યો હતો.લગભગ ૩૦ મિનિટ બાદ વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થયો હતો. નવસારી શહેર ત્થા સમગ્ર જિલ્લાના દલિત – આદિવાસી સંગઠનો બંધમાં જોડાયા હતા.બંધના એલાનને સફળ બનાવવા સવારે ૮-૦૦ વાગ્યાથી નવસારી રેલવે સ્ટેશને ભેગા થયા હતા. ત્યારબાદ ભીમરામ આંબેડકરની પ્રતિમાની પૂજા કરી સમગ્ર નવસારીમાં બાઇક રેલી કાઢી હતી અને ઠેર ઠેર હોટલ-દુકાન- વેપાર- ધંધા બંધ કરાવ્યા હતા. રેલી જુનાથાણા થઇને ગ્રીડ પર ને.હા.નં. ૪૮ પર પહોંચી હતી. અને રસ્તાની વચ્ચે વાહનોના જુના ટાયરો સળગાવી દઇ બંને તરફનો વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. જેના પગલે અમદાવાદ અને મુંબઇ તરફ હાઇ-વે પર વાહનોની ચાર કિલોમીટર લાંબી કતારો લાગી હતી. દરમ્યાન પોલીસે સમજાવટનાં અંતે કાર્યકરોને ડિટેઇન કરાયા હતા અને બંધ હાઇ-વેને ખુલ્લો કરતા અડધો કલાક બાદ વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો. કાર્યકરો ‘જય ભીમ’ના નારા સાથે વાહનોના છત પર ચઢી ગયા હતા અને રસ્તા વચ્ચે બેસી ગયા હતા. શહેરના તમામ રાજમાર્ગો પર દુકાનો- પ્રતિષ્ઠાણોનાં શટરબંધ હોવાથી રસ્તા સુના થયા હતા. એકલ-દોકલ દુકાન અડધા શટરે ખુલ્લી દેખાતી હતી. વિજલપોર શહેરનાં સરદાર ચોકમાં ઓમપ્લાઝામાં આવેલી દુકાનોને દલિત કાર્યકરોઅએ બળજબરીપૂર્વક બંધ કરાવતા તૂતૂ-મેંમેં થઇ હતી. ટોળાએ દુકાનદાર ત્થા મહિલા સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ ઉઠવા પામી હતી. બીલીમોરામાં પણ બાઇક રેલી કાઢી દલિતોએ ભારત બંધના એલાનને ટેકો આપ્યો હતો. આજનાં ભારત બંધના એલાનમાં નીકળેલા દલિત કાર્યકરો સાથે પોલીસે ‘સહકાર લો અને સહકાર આપો’ની નીતિ અપનાવી કામ લીધું હતું. આમ નવસારી શહેર- વિજલપોર શહેરમાં ભારત બંધ સજ્જડ રહ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY