નવા મેડિકલ બીલના વિરોધ સાથે વલસાડ મેડિકલ એસો.નું આવેદન

0
85

વલસાડ મેડિકલ એસોસિએશન દ્વારા સોમવારે કલેક્ટરને નવા નેશનલ મેડિકલ કમિશન બીલ (એન.એમ.સી.)નો વિરોધ કરતું આવેદનપત્ર પાઠવી બોગસ ડોક્ટરો સામે પગલાં ભરવા અને ડોક્ટરોની સુરક્ષા માટેના નિયમો કડક બનાવવા રજૂઆત કરી હતી. વલસાડના ડોક્ટરોએ રજૂઆત કરી કે, બોગસ ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર ખુબ જોખમી બની રહી છે. આ સિવાય આયુષ ડોક્ટરો પણ મોર્ડન દવા આપે તેનાથી દર્દીઓને મોટો ખતરો ઉભો થઇ શકે છે. ત્યારે આયુષ ડોક્ટરોને જુદી કેટેગરીમાં રાખવા જોઇએ. આ સિવાય આયુર્વેદિક ડોક્ટરોને પણ શુદ્ધ આયુર્વેદિક ડોક્ટરો બનાવવા માટે પ્રયાસ કરવા જોઇએ. ડોક્ટરોની સુરક્ષા માટે હોસ્પિટલોને સેઇફ ઝોન બનાવવા જોઇએ. તેમના માટે યોગ્ય સુરક્ષા પૂરી પાડવા અને ડોક્ટરો સામે થતી હિંસક ઘટના સામે કડક પગલાં ભરવા માંગ કરી છે. એસોસિએશનને મેડિકલ નેગ્લેજન્સીને ફોજદારી ગુનામાં ગણવો જોઇએ નહી. ડોક્ટરો સામે લગાવાતી ઇપીકો કલમ ૩૦૨, ૩૦૪ ડોક્ટરો સાથે અન્યાય છે. તેમની સામે અન્ય પ્રકારે કાર્યવાહી કરવી જોઇએ. ડોક્ટરોને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ સામે પણ રાહત મળવી જોઇએ. આ એક્ટમાં દર્દીને ગ્રાહક અને ડોક્ટરને વેપારી બનાવી દેવાય છે. જેમાં પણ ફેરફાર કરવો જરુરી છે. આ સિવાય ડોક્ટરોને નાની ભૂલના કારણે જેલમાં મોકલવાનો પણ વિરોધ કર્યો હતો. ભુલ મુજબ ડોક્ટરો સામે યોગ્ય પગલાં ભરાય એવો કાયદો ઘડવા રજૂઆત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY