કૃતિ- આદિત્ય રોય કપુરની જોડી નવી ફિલ્મમાં ચમકશે

0
76

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,
વર્ષ ૨૦૧૮માં બોલિવુડની કેટલીક નવી જોડી જાવા મળી શકે છે. આના ભાગરૂપે જ હવે કૃતિ સનુન અને આદિત્ય રોય કપુરની જોડી જાવા મળી શકે છે. આ ફિલ્મ નિર્દેશક મોહિત સુરીની રોમેન્ટિક ફિલ્મ રહેશે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો કૃતિ સનુન અને આદિત્ય રોય કપુર આ ફિલ્મમાં લેવા માટે વાતચીત ચાલી રહી છે. જો કે ટુંક સમયમાં જ અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. બન્નેની પસંદગી નિશ્ચિત દેખાઇ રહી છે. માત્ર ઔપચારિકતા જાહેર કરવાની જરૂર છે. આદિત્ય રોય કપુરે બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તેની આંશિકી-૨ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપુર જાવા મળી હતી. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મનુ શુટિંગ ગયા વર્ષે શરૂ કરવામાં આવનાર હતુ. જા કે હવે ટુંક સમયમાં જ શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. પહેલા ફિલ્મનુ શુટિંગ કેટલાક કારણોસર હોલ્ડ પર રાખવામાં આવ્યુ હતુ. મોહિત સુરીની સાથે આદિત્ય રોય કપુર આ પ્રોજેક્ટને લઇને વાતચીત કરી રહ્યા છે. આ ફિલ્મ આદિત્યની અન્ય તમામ ફિલ્મો કરતા અલગ પ્રકારની ફિલ્મ છે. આ ઉપરાંત કૃતિ પોતે પણ સતત મોહિત સુરીની સાથે પ્રોજેક્ટ પર શક્યતાને લઇને વાતચીત કરી રહી છે. જો કે તેમની ફિલ્મમાં કામ કરવાની મંજુરી અને ફિલ્મ માટે ડેટ આપવાની બાબતને લઇને કામ બાકી છે.
હાલમાં કૃતિ ચંદીગઢમાં દિલજીત દોસાંજની ફિલ્મ અર્જુન પટિયાળાના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લીધા બાદ તે નવી ફિલ્મમાં કામ કરનાર છે. કૃતિએ બોલિવુડ કેરિયરની શરૂઆત ટાઇગર સાથે હિરોપંતિ મારફતે કરી હતી. જો કે ત્યારબાદ તેની પાસે કેટલીક ફિલ્મો આવી હોવા છતાં તેને સંપૂર્ણ સફળતા મળી શકી નથી. બરેલી કી બરફી ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY