દેહવિક્રયનો ધંધો: જાહેરમાં રોડ પર ટ્રક ચાલકો સાથે થતાં હતાં સોદા

0
201

આણંદ:
એક સમયે લગ્નસરાની સાડીઓ માટે પ્રખ્યાત ઉમરેઠ નગરમાં જાહેર માર્ગો પર સ્થાનિક રહીશો શરમજનક સ્થિતિમાં મૂકાય તે પ્રકારે દેહવ્યાપારના સોદા થઈ રહ્યા છે. સ્થાનિક માથાભારે તત્વો અને પોલીસની મીલીભગતથી સરેઆમ સોદા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટા વાહનોની અવર-જવરથી ધમધમતી ઓડ ચોકડી પર ટ્રક ડ્રાઈવરોને લલચાવીને સોદા કરવામાં આવે છે.
ઉમરેઠની ધોરી નસ સમાન ઓડ ચોકડી ઉપર આવેલ પેટ્રોલપંપની સામે ઉમરેઠ ટ્રાફીક પોલીસ તથા ટી આર બીના જવાનો ટ્રાફીક નિયમન કરે છે. તેની બાજુમાં નડિયાદ જતાં માર્ગ ઉપર ગેરકાયદેસર રીક્ષાઓનું સ્ટોપેજ પણ આવેલ છે. રિક્ષા સ્ટોપેજથી થોડાક આગળ મહીલાઓ ઘોળા દિવસે ઉભી રહી પરપ્રાંતીય ટ્રકોના ડ્રાઈવરોને હાથ કરે છે. સજી-ધજીને આવેલ યુવતીનો ઈશારો જોતા પરપ્રાંતીય ટ્રકોના પૈડા થંભી જાય છે અને પછી ટ્રક ડ્રાઈવર સાથે ભાવતાલ નક્કી થયા બાદ યુવતી તે જ ટ્રકમાં બેસી જાય છે.
હરીયાણાના એક ટ્રક ડ્રાઈવરે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અમે માલની હેરફેરના હેતુથી દિવસો સુધી બહાર રહેતા હોઈએ છીએ. ઉમરેઠની ઓડ ચોકડી ઉપર ઘણી સહેલાઈથી આવી યુવતીઓ મળી રહે છે.
અમુક યુવતીઓએ તો તેમના મોબાઈલ નંબર જ આપી દીધા છે. તેથી આ માર્ગ ઉપર પસાર થવાના અમુક સમય અગાઉ જાણ કરી દેવાથી અગાઉથી તે રોડ પર આવીને ઊભી રહે છે. ત્યાર બાદ ડ્રાઈવર ટ્રક લઈને આવે ત્યારે તેને ફોન કરીને બોલાવી લે છે અને ટ્રકમાં બેસાડીને લઈ જાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY