એડિલેડના આકાશમાંથી છલાંગ લગાવી વિક્રમ રચ્યો
એડિલેડ,તા.૧૩
ઓસ્ટ્રેલિયામાં રહેતી ઇરીનાં ઓશિયાએ ૧૪ હજાર ફૂટની ઊંચાઈએથી સ્કાય ડાઇવ મારીને સૌથી વૃદ્ધ સ્કાય ડ્રાઇવર બનવાનો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. જે વયે આપણે ચાલવા માટે પણ સશક્ત રહેતા નથી, એ સમયે એક મહિલા હવામાં સ્કાયડાઇવિંગ કરે છે.
૧૦૨ વર્ષની ઇરીનાં ઓશિયાએ પોતાના મજબૂત ઇરાદાથી એ સાહસ પાર કરી દેખાડયું છે. હવે તેનું નામ વિશ્વ વિક્રમમાં નોંધાયું છે. ઇરીનાં સાઉથ ઓસ્ટ્રેલિયાની રહીશ છે. તેણે ૧૪ હજાર ફૂટની ઊંચાઈએથી સ્કાય ડાઇવ કરીને સૌને ચોંકાવી દીધાં છે.
ઇરીનાએ ૧૦૧ વર્ષ અને ૩૯ દિવસની વયે આ છલાંગ મારી છે. તેઓ જ્યારે વિમાનમાં બેઠા ત્યારે જ ખુશખુશાલ જણાયા હતા. તેમના ચહેરા પર ડરનો જરાય અહેસાસ જણાયો ન હતો.
એડિલેડના આકાશમાં ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચતાં જ પોતાના એક સાથીની સાથે વિમાનમાંથી છલાંગ લગાવી હતી. જમીન પર તેઓએ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. સૌથી વધુ ઊંચાઈએથી સ્કાયડાઇવુંગ કરનારી ઇરીનાં સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. આ પહેલાં એ રેકોર્ડ યુકેના વેરેનના નામે હતો. તેઓ ઇરીનાં કરતાં એક દિવસ નાના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





