નર્મદાના જીતનગરમાં ૩૪૭ કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનું કરોડોના ખર્ચે નિર્માણ

0
151

નર્મદા:

વર્ષ ૧૯૫૦માં રાજપીપળામાં સબ જેલ નિર્માણ પામી હતી, ત્યાર બાદ ૨૦૧૮માં જીતનગરમાં વિશાળ એકરમાં ફેલાયેલી અદ્યતન સુવિધા વાળી જિલ્લા જેલ બની.

નર્મદા જિલ્લાની રજવાડી નગરી એટલે રાજપીપળા. રાજપીપળામાં રજવાડા વખતની ઘણી ખરી ઈમારતો હાલ પણ અડીખમ ઉભી છે. ત્યારે આવી જ રાજા રજવાડા વખતની ૧૯૫૦માં બનેલી રાજપીપળા સબજેલ શહેર અને જિલ્લાવાસીઓ માટે એક સંભારણું બની રહેશે. રાજપીપળા નજીકના જીતનગર સ્થિત પોલિસ હેડક્વાર્ટરની પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે જિલ્લા જેલ નિર્માણ પામી જેમાં આગામી ૯મી ફેબ્રુઆરીએ રાજપીપળાની જૂની સબજેલના કેદીઓને ટ્રાન્સફર પણ કરી દેવાશે. રાજપીપળા શહેરની મધ્યમાં વર્ષ ૧૯૫૦માં ૩ બેરેક અને ૯૪ કેદીઓની ક્ષમતા ધરાવતી સબજેલ બનાવવામાં આવી હતી. ત્યારે વર્ષ ૨૦૧૮માં રાજપીપળા નજીક જીતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બિલકુલ પાછળ વિશાળ જગ્યામાં કરોડોના ખર્ચે અપગ્રેડ કરી જિલ્લા જેલ બનાવવામાં આવી છે જેનું નિર્માણ કાર્ય પણ હાલ પૂર્ણ થયું છે. નવી બનેલી જેલ ૩૪૭ કેદીઓની ક્ષમતા ધરાવે છે અને એમાં ૧૬ બેરેકની સાથે ૨ મહિલા બેરેકનો પણ સમાવેશ થાય છે. યોગા, લાયબ્રેરી, જિમ, અદ્યતન ગાર્ડન સહિતની સુવિધાથી સજ્જ નવી જેલ માટે સરકાર દ્વારા ૩  નવા જેલરોની પણ નિમણૂક કરાઈ છે જ્યારે માત્ર એક તબીબની જ્ગ્યા ખાલી છે. ૨-૨-૨૦૧૮ ના રોજ નવી જેલમાં ભૂમિશુધ્ધિકરણ અને પંચકુંડીયજ્ઞ કર્યા બાદ ૯-૨-૨૦૧૮ રોજ રાજપીપળા સબજેલના તમામ કેદીઓને નવી જેલમાં ટ્રાન્સફર કરાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY