પ્રથમ ટેસ્ટનાં અંતિમ કેચ પર ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉભો કર્યો વિવાદ

0
9

એડિલેડ,તા.૧૧
એડિલેડમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૧ રને હરાવી ૧૦ વર્ષ પછી જીત મેળવી છે. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૮માં ટેસ્ટ મેચ જીત્યું હતું. ભારતીય ટીમ જ્યારે આ મેચમાં મળેલી જીતની ઉજવણી કરી હતી. બીજી તરફ ટેસ્ટ મેચમાં અંતિમ વિકેટના કેચ પર વિવાદ થયો હતો.
અંતિમ વિકેટના રુપમાં હેઝલવુડ અશ્વિનની ઓવરમાં આઉટ થયો હતો. હેઝલવુડનો કેચ લોકેશ રાહુલે પકડ્યો હતો. આ કેચ ઉપર શંકા ઉભી કરીને ઓસ્ટ્રેલિયન મીડિયા આ જીત પર સવાલ ઉઠાવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના ફોક્સ ક્રિકેટે અંતિમ કેચનો વીડિયો શેર કરતા લખ્યું છે કે શું અંતિમ કેચ કિલન હતો? આ વીડિયો શેર કર્યા પછી ભારતીય પ્રશંસકોએ ફોક્સ ક્રિકેટ સામે નારાજગી વ્યક્ત કરી છે.
પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કોમેન્ટેટર ડીન જાન્સે પણ અંતિમ કેચ પર સવાલ ઉઠાવતા એક કેચનો વીડિયો રીટિવટ કર્યો છે. જાન્સે લખ્યું છે કે મારું કહેવું છે કે અમ્પાયરોએ આ કેચને જાવાની જરુર છે. તેમણે ચેક કરવો જાઈએ કે નો બોલ ન હતો ને. દરેક વિકેટ પર આ ચેક કરવામાં આવે છે તો આ કેચને કેમ ના કરવામાં આવે?. ડીન જાન્સના આ ટિવટ પછી ભારતીય પ્રશંસકો નારાજ થયા હતા. આ પછી જાન્સે ટિવટ કરીને કેચને સાચો કહ્યો હતો. પછી ટિવટ કર્યું હતું કે મેં આગળથી કેચને જાયો છે..બધુ યોગ્ય છે…ભારતે શાનદાર રમત બતાવી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY