જાફરાબાદ ખાતે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસના ઇન્સ્પેકટર (પીઆઈ) ચનુરા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો સન્માન વિદાય સમારંભ પોલીસ સ્ટાફ દ્વારા જાફરાબાદ ટાઉન હોલમાં રાખવામાં આવેલ હતો.
વિદાય સમારંભમાં સાવરકુંડલાના DySP ચૌધરી તથા મરીન પોલીસ સ્ટેશનના PSI જાડેજા, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના PSI શર્મા,CPI ઈન્ચાજૅ ધામા તેમજ જાફરાબાદ શહેરના વેપારી એસોસિયેશન પ્રમુખ હષૅદભાઈ મહેતા તેમજ જયેશભાઈ ઠાકર અન્ય વેપારી ઞણ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સિદુભાઈ થૈયબ, કાસમભાઈ ખોખર, ઈલ્યાસ ભાઈ તેમજ ખારવા સમાજના પટેલ નારણભાઈ તથા નરેશભાઈ આ સમાજ ના અન્ય આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ sintex કંપનીના બિપીન દાસ, બ્રિજેશ સાહેબ તથા ભવ્યદીપ સાહેબ તથા સ્વાન એનર્જી કંપનીના મેનેજર તથા GHCL કંપની ના અધિકારી યુનુસ ભાઈ દરબાન તથા અલ્ટ્રાટ્રેક ના મેનેજરો, જાફરાબાદ પ્રેસ કલબના પત્રકારો એચ.એમ. ઘોરી,બાલકૃષ્ણ સોલંકી,બાબુભાઈ વાઢેલ, કાળુંશાહ બાપુ,રસૂલ ખાન, ફિરોઝ ખાન તથા કોળી સમાજના પ્રમુખ કરનભાઈ પટેલ અને પટેલ શરમણભાઈ તેમજ પોલીસ પરિવાર ના તમામ સભ્યો વિશાળ સંખ્યા માં હાજર રહેલા હતાં.વકીલ મંડળના ઈમરાન ગાહા,શૈલેષ વઢવાણા,પઢીયાર,બાલકૃષ્ણ સોલંકી વગેરેએ હાજર રહીને PI શ્રી ચનુરા સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરેલ. સિટીઝન ફોરમ ઓન human-rights( NGO) નેશનલ ચેરમેન એચ.એમ.ઘોરીએ પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી ને સન્માન કરેલ. અને PI આર, ટી, ચનુરા સાહેબની દિઘૅકાલિન સેવાને બિરદાવીને શુભેચ્છા પાઠવી હતી PI ચનુરા સાહેબે પોતાનો પ્રતિભાવ આપી તેઓની સર્વિસ ઞાથા વણૅવી હતી.તેઓ નિષ્ઠાવાન અધિકારી તરીકે છાપ ધરાવતા હતા. DySP ચૌધરી સાહેબે તેઓની ફરજ બિરદાવી હતી.PSI શમૉએ આભાર દશૅન કયું હતું.કાયૅક્રમના અંતે સૌએ ભોજન સાથે લીધું હતું.
મયુર રાવલ ,હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




