એડિલેડ,તા.૧૬
ભારત-આૅસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાયેલી બીજી વન-ડે મેચમાં વિરાટે પોતાની ૩૯મી વન-ડે સદી નોંધાવી છે. જેની સાથે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ કુલ ૬૪ સદી પોતાના નામે નોંધાવી લીધી છે. વિરાટના શાનદાર પ્રદર્શનના વખાણ કરતા ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અજહરુદ્દીને વિરાટની ફિટનેસને લઇને આગામી સયમમાં તેઓ કેવી પ્રદર્શન કરી શકે છે તની આગાહી કરી હતી.
અજહરે એડિલેડમાં વિરાટના શાનદાર પ્રદર્શનને લઇને જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી જા આવી જ રીતે રમશે તો આગળ જતા તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આરામથી ૧૦૦ સદી ફટકારી શકશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સચિન તેંડુલકર જ એકમાત્ર ક્રિકેટર છે કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારી છે.
અજહરના પ્રમાણે વિરાટ કોહલી બધી જ રીતે એકદમ બરાબર છે અને જા વિરાટ આવી જ રીતે ફિટ રહ્યો તો આરામથી તે ૧૦૦ સદી સુધી પહોંચી જશે. દુનિયાના બધા જ ખેલાડીઓમાં કોહલીની એક અલગ જ છાપ છે. એવું ભાગ્યે જ બન્યું છે કે વિરાટે સદી ફટકારી હોય અને ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હોય. આ સીવાય અજહરે મહેન્દ્ર સિંઘ ધોની અને દિનેશ કાર્તિકના પણ વખાણ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



