ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સરઘસ સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
સુરત, તા.૪
આજે લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ગુજરાતમાં ઉમેદવારી નોંધવાના છેલ્લા દિવસે ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસના અશોક પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાજર રહી ઉમેદવારી ફોર્મ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા.
કોંગ્રેસના સુરત બેઠક માટે જાહેર થયેલ ઉમેદવાર અશોક પટેલ (અધેવાડ) દ્વારા સવારે ૯.૩૦ કલાકે વરાછા માનગઢ ચોક ખાતે કાર્યકરો સાથે ભેગા થયા હતા. ત્યાંથી વાહન રેલી કાઢીને અઠવાગેટ ખાતે આવેલ જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ગયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી કદીરભાઈ પીરઝાદા, સુરત શહેર કોંગ્રેસ અધ્યક્ષ બાબુભાઈ રાયકા, કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા સહિત મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ હાજર રહ્ના હતા. ઉમેદવાર અશોક પટેલ દ્વારા જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરી ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી.
ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશને ત્રીજી વખત ઉમેદવારી ફોર્મ ભરવાના હોવાથી સવારે ૧૧.૩૦ કલાકે અઠવાગેટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ નજક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા.
ભાજપના અગ્રણી નેતા પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ વચ્ચે દર્શના જરદોશની રેલી જિલ્લા કલેક્ટર અોફિસે પહોîચી હતી. આ પ્રસંગે સુરત શહેર ભાજપા અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાલા, મંત્રી કિશોરભાઈ કાનાણી સહિત શહેર ભાજપના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. સાંસદ દર્શના જરદોશ દ્વારા ગતરોજ ગુપચુપ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે રેલી કાઢી શક્તિ પ્રદર્શન સાથે બીજા ફોર્મ ભર્યો હતો.
આજે ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ હોવાથી મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારો દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું હતું. આવતીકાલે ફોર્મની ચકાસણી થશે અને ૮મી એિલે અંતિમ યાદી બહાર પાડવામાં આવશે. ૨૩ એિલના રોજ મતદાન થશે. તેમજ ૨૩ મે ૨૦૧૯ના રોજ મતગણતરી થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




