ટી-૨૦માં સ્કૉટલેન્ડનાં બેટ્‌સમેનએ ૨૫ બાલમાં સદી બનાવી વિશ્વ રેકાર્ડ સર્જ્યો

0
8
EDINBURGH, SCOTLAND - JUNE 10: George Munsey of Scotland batting during the One Day International match between Scotland and England at The Grange on June 10, 2018 in Edinburgh, Scotland. (Photo by Mark Runnacles/Getty Images)

એડિનબર્ગ,તા.૨૩
સ્કૉટલેન્ડનાં બેટ્‌સમેન જાર્જ મુંસેએ ગ્લોસેસ્ટરશર સેકન્ડ ઇલેવન ટીમની તરફથી રમતા ૨૫ બાલ પર ના ફક્ત સૌથી વધારે ઝડપી સદી ફટકારી, પરંતુ એક આૅવરમાં સતત ૬ છગ્ગા લગાવીને રેકાર્ડ બનાવી દીધો. મુંસેએ લંડનનાં બ્રિસ્ટલ કાઉન્ટી ગ્રાઉન્ડ પર રવિવારનાં સીસી સામે એક બિનસત્તાવાર ટી-૨૦ મેચમાં ૩૯ બાલમાં ૧૪૭ રનનોની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે પોતાની ઇનિંગમાં ૨૦ છગ્ગા અને ૫ ચોગ્ગા લગાવ્યા હતા.
મુંસેએ પોતાના પહેલા ૫૦ રન ૧૭ બાલમાં અને ત્યારબાદનાં ૫૦ રન ફક્ત ૮ બાલમાં બનાવીને સૌથી ઝડપી સદી ફટકારી દીધી હતી. ટી-૨૦માં સૌથી ઝડપી સદીનો રેકાર્ડ વેસ્ટઇન્ડીઝનાં ક્રિસ ગેલનાં નામે છે. તેમણે આઈપીએલમાં બેંગલોર તરફથી રમતા આ ઉપલબ્ધિ મેળવી હતી. મુંસેએ સાથી ખેલાડી જીપી વિલોજ(૧૧૫) સાથે મળીને પહેલી વિકેટ માટે રેકાર્ડ બ્રેક ૨૨૧ રનની ભાગેદારી બનાવી. વિલોજે પોતાની સદી ૫૩ બાલમાં પુરી કરી હતી. ટીસી પ્રાઇઝે ૫૦ રન બનાવ્યા હતા. ટી-૨૦માં સત્તાવાર સર્વોચ્ચ સ્કારનો રેકાર્ડ અફઘાનિસ્તાનનાં નામે છે.
તેમણે આયરલેન્ડ સામે આ વર્ષની શરૂઆતમાં હઝરતુલ્લાહનાં અણનમ ૧૬૨ રનની મદદથી આ રન બનાવ્યા હતા. ગ્લોસેસ્ટરશરે ૩ વિકેટે ૩૨૬ રન બનાવીને ટી-૨૦નો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો. જવાબમાં બાથની ટીમ ૨૧૪ રન જ બનાવી શકી અને ગ્લોસેસ્ટરશરે ૧૨૨થી મેચ જીતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY