સાવરકુંડલા,તા.૧૩
અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે ઘોડે સવારી કરી જનસમર્થન મેળવવાનું કર્યો પ્રયાસ ત્યારે આ ગામે જબ્બર પ્રતિસાદ આપી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાનું રાજકારણ અહીંથી પૂરું કરવાની પણ વાત કરી હતી.
સાવરકુંડલા તાલુકાનું નેસડી ગામમાં પરેશ ધાનાણીએ પ્રચાર કર્યો હતો. નેસડી ગામે કોંગ્રેસના ઉમેદવાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આ ગામે ઘોડેસવારી કરીને પ્રચાર કર્યો હતો. આ અનોખા સ્વાગત અને પ્રચાર પ્રથાથી ગ્રામજનોમાં પણ કોંગ્રેસને જીતાડવા માટેનો અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો.
નેસડી ગામની જિલ્લા પંચાયતની સીટ અત્યાર સુધી ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાએ પોતાનું રાજકીય કારકિર્દી શરૂ કરેલી. અહીંના ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તેમજ સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત લોકોએ જણાવ્યું કે, નારણભાઈ કાછડીયાની રાજકીય કારકિર્દી આ ગામે શરૂ થઈ હતી અને અહીંથી પૂર્ણ કરવાના સંકલ્પ સાથે એક વિશાળ સભા યોજાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




