બેઈજિંગ,તા.૫
ભારતીય એરલાઈન્સ એરઈન્ડીયાને ચીનની ધમકીની આગળ ઝુકવું પડયું છે. એર ઈન્ડીયાએ ચીનની ઈચ્છા પ્રમાણે તાઈવાનનો ઉલ્લેખ ચીની તાઈપે તરીકે પોતાની વેબસાઈટ પર કર્યો છે. ગત મહિને એર ઈન્ડીયાની વેબસાઈટ પર તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
આના સંદર્ભે ચીને વાંધો વ્યક્ત કર્યો હતો અને આની સામે બીજિંગ તરફથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ પહેલા દુનિયાની અન્ય એરલાઈન સિંગાપુર એરલાઈન્સ, જાપાન એરલાઈન્સ અને એર કેનેડા સહીતની ઘણી હવાઈ સેવાઓ આપતી નાગરિક ઉડ્ડયન કંપનીઓએ પણ પોતાની વેબસાઈટ્સ પર ફેરફાર કરીને તાઈવાનના સ્થાને ચીની તાઈપે લખ્યું હતું.
ચીનની નાગરિક ઉડ્ડયન ઓથોરિટી તરફથી ૨૫ એપ્રિલે જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે તે ઈચ્છતું નથી કે તાઈવાનને એક સ્વતંત્ર દેશ તરીકે દર્શાવવામાં આવે. શાંઘાઈ ખાતે ચીનમાં એકમાત્ર એર ઈન્ડીયાની ઓફિસ પર ચીનના નાગરિક ઉડ્ડયન ઓથોરિટી દ્વારા પત્ર મોકલવામાં આવ્યો હતો અને ૨૫ જુલાઈ સુધી તેને જરૂરી પરિવર્તનો કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. જા કે એર ઈન્ડીયા અમેરિકાની એરલાઈન્સની જેમ તાઈવાનને સ્વતંત્ર દેશ તરીકે દર્શાવતી રહી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





