એરિઝોના,તા.૫
૧૪ વર્ષ સુધી કોમામાં રહેતી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. માટે પોલીસે જાતીય હિંસાની શક્યતા હોવાથી તપાસ હાથ ધરી છે. પરંતુ પ્રશ્નો એ ઉદ્ભભવે છે કે આવી હાલતમાં મહિલા સંબંધ બાધવા માટે સંમતિ કઈ રીતે આપી શકે? Thesun.co.ukનાં અહેવાલ અનુસાર આ કેસ યુએસના એરિઝોનાનો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાની ડિલેવરી પહેલા હોસ્પિટલના કર્મચારીઓને ખબર ન હતી કે તે ગર્ભવતી છે. હવે અધિકારીઓ એ શોધવાનો પ્રયાસ કરે છે કે બાળકના પિતા કોણ છે. સ્ત્રીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. લગભગ ૧૪ વર્ષ પહેલાં ડૂબવાનાં કારણે સ્ત્રી કોમામાં ચાલી ગઈ હતી.
અહેવાલ અનુસાર મહિલાએ ૨૯ ડિસેમ્બરના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને તેની સ્થિતિ પણ સારી છે. મહિલાને હોસ્પિટલમાં સતત મદદની જરૂર પડે છે. સામાન્ય રીતે કોઈ પણ તેના રૂમમાં આવી શકતું હતું. જોકે, બાળકના જન્મ પછી લોકોના આગમનના સંદર્ભમાં નિયમો બદલાઈ ગયા છે. તેમજ નર્સિંગ સુવિધાના અધિકારીઓએ આ બાબતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



