ખોખરાબ્રિજના કારણે અંડરપાસના રિનોવેશનનું કામ ખોરંભે ચડ્યું

0
8

અમદાવાદ,તા.૫
રેલવેતંત્ર દ્વારા ખોખરા રેલવે ઓવરબ્રિજના નવીનીકરણનું કામ હાથ પર લેવાયું છે. આના કારણે ટ્રાફિકની અવરજવર માટે બ્રિજને બંધ કરી દેવાયો છે. આ કામગીરી દોઢ વર્ષ સુધી ચાલશે, જાકે બ્રિજના નવીનીકરણના પ્રોજેક્ટથી સમગ્ર કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા વકરી છે. આ સંજાગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મણિનગરમાં જ આવેલા દક્ષિણી અંડરપાસના રિનોવેશનના પ્રોજેક્ટને હાલ પૂરતો મોકૂફ રખાયો છે.
તાજેતરમાં ભાજપના શાસકોએ સારંગપુર રેલવે ઓવરબ્રિજ દાયકાઓ જૂનો થયો હોઈ તેના રિપેરિંગને ધ્યાનમાં રાખીને તેને સમાંતર નવો રેલવે ઓવરબ્રિજ બનાવવાની વિચારણા હાથ ધરી છે. નવો બ્રિજ સારંગપુર સર્કલ સામેના જૂની રોઝી સિનેમા પાસેના રેલવે લાઈન પરથી બનાવાશે. આ બ્રિજની બંને તરફના બસો મીટર લંબાઈનો એપ્રોચ રોડ મ્યુનિસિપલ કોર્પોરેશન તૈયાર કરશે, જાકે આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ થતાં ઓછામાં ઓછું દોઢ વર્ષ લાગશે.
પરંતુ ખોખરાબ્રિજના નવીનીકરણના પ્રોજેક્ટથી સમગ્ર કાંકરિયા અને મણિનગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાએ વિકરાળરૂપ ધારણ કર્યું છે, જાકે આ મામલે ભાજપના શાસકો એસટી તંત્ર સાથે પરામર્શ કરીને એસટી બસને એક્સપ્રેસ-વેથી ડાઈવર્ઝન આપવાની સૂચના આપવાના છે. આ ઉપરાંત નાથાલાલ ઝઘડાબ્રિજ પર તાકીદે રોડ ડિવાઈડર બનાવવા પર પણ શાસક પક્ષે ભાર મુકિયો છે.
દક્ષિણી અંડરપાસને ટ્રાફિકની અવરજવર માટે સલામત બનાવીને તંત્ર દ્વારા ખોખરા રેલવેબ્રિજનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેનું મોટા પાયે રિનોવેશન ન હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY