મુંબઈ,તા.૧૫
એર ઈન્ડિયામાં આજે એક આશ્ચર્યજનક દુર્ઘટના બની હતી. એરઈન્ડિયા નું વિમાન મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે વિમાનનો દરવાજા બંધ કરવા જઇ રહેલ એક એરહોસ્ટેસ વિમાનમાંથી પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તેને સારવારઅર્થે નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે એર ઈન્ડિયાના ચાલકદળની પ૩ વર્ષીય મહિલા સભ્ય એર ઈન્ડિયાનું વિમાન એઆઇ-૮૬૪ મુંબઇથી દિલ્હી જવા ઉડાન ભરવાની તૈયારીમાં હતું ત્યારે તે દરવાજા બંધ કરતી વખતે નીચે પડી જતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને આ દુર્ઘટના સર્જાઇ હતી. એર ઈન્ડિયા દ્વારા આ અંગે કોઇ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
આ દુર્ઘટના વિમાનના ઉડાન ભરવાની થોડી મિનિટો પહેલાં જ ઘટી હતી. આ વિમાન આજે સવારે ૭-૦૦ વાગ્યે દિલ્હી જવા માટે ટેક ઓફ કરવાની તૈયારીમાં હતું ત્યારે મહિલા એરહોસ્ટેસ વિમાનનો દરવાજા બંધ કરી રહી હતી ત્યારે પાછળથી ધક્કો લાગવાને કારણે તે વિમાનમાંથી જમીન પર નીચે પડી ગઇ હતી. તેની હાલત અત્યારે ગંભીર હોવાનું જણાવાય છે. હાલ નાણાંવટી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
હજુ ગયા શુક્રવારે પણ એરઈન્ડિયાની ફલાઇટ સાથે એક મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. ત્રિચીથી દુબઇ જઇ રહેલી આ ફલાઇટ એરપોર્ટની દીવાલ સાથે ટકરાઇ હતી. જેના કારણે થોડા સમય સુધી વિમાનનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન રડાર પરથી ગાયબ થઇ ગયું હતું ત્યારે એરપોર્ટ સત્તાવાળાઓના જીવ અદ્ધર થઇ ગયા હતા.
જાકે વિમાનનું મુંબઇમાં ઇમર્જન્સી લેંડિંગ કરાવવામાં આવ્યું હતું. સદનસીબે આ વિમાનના તમામ યાત્રીઓ સુરક્ષિત હતા. સત્તાવાળાઓએ આ ઘટના અંગે તપાસના આદેશ જારી કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



