ડાંગ જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી

0
5

ડાંગ જિલ્લાના ૧૬ સરહદી નામોની સરહદો સીલ
આહવા, તા.૧૨
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની જાહેરાત સાથે ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી પ્રશાસને સ્થાનિક મીડિયાકર્મીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કર્યુ હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે મીડિયાકર્મીઓ સાથે સંવાદ સાધતા ૨૬-વલસાડ લોકસભા મતદાર વિભાગના એક ભાગ તરીકે ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગમાં ૮૭,૩૭૯ પુરૂષ મતદારો સાથે ૮૬,૬૬૭ સ્ત્રી મતદારો અને થર્ડ જેન્ડરના ર મતદારો મળી કુલ-૧ લાખ, ૭૪ હજાર ૦૬૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. આ માટે ડાંગ જિલ્લામાં કુલ ૩૩૫ મતદાન મથકો કાર્યરત કરવા સાથે અસરકારક સંદેશા વ્યવહારની તમામ સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ જોતા અહીં ૩૧૧ ગામો પૈકી ૪૮ ગામોમાં સંદેશા વ્યવહાર માટે વાયરલેસ સેટ સહિતની જરુરી વ્યવસ્થાઓ પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવી છે તેમ જણાવતા શ્રી ડામોરે જિલ્લામાંથી અન્ય વિસ્તારોમાં મજુરીઅર્થે સ્થળાંતર કરતા મતદારોને મતદાન માટે લાવી શકાય તે માટે અલાયદી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તેમ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય સાથે આંતરરાજ્ય સીમાઓથી જાડાયેલા ડાંગ જિલ્લાના સરહદી ૧૬ ગામોની બોર્ડર સીલ કરવા સાથે અનઅધિકૃત વ્યક્તિઓના આવનજાવન ઉપરાંત રોકડ રકમ, મતદારોને પ્રભાવિત કરી શકે તેવી અન્ય ચીજવસ્તુઓની હેરફેર ઉપર પણ વૉચ ગોઠવવામાં આવી છે તેમ જણાવતા કલેક્ટર શ્રી એન.કે.ડામોરે ડાંગ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ચુસ્ત પાલન અર્થે ચૂંટણી પ્રશાસને કાર્યવાહી હાથ ધરી છે તેમ જણાવ્યું હતું.
જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે જિલ્લાના રાજકીય પક્ષો સહિત મીડિયાકર્મીઓનો પણ હકારાત્મક સહયોગ મળી રહે તે આવશ્યક છે તેમ જણાવતા શ્રી ડામોરે જિલ્લાના વધુમાં વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા માટે મીડિયાને વિશેષ અનુરોધ કર્યો હતો.
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના હિસાબ અને ખર્ચ નિરિક્ષણના નૉડલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ લોકસભાની ચૂંટણીના ઉમેદવારો મહત્તમ રૂ.૭૦ લાખ સુધીનો ખર્ચ કરી શકે છે, જે નિયત રજીસ્ટરોમાં નોîધવાનો રહે છે. આ ખર્ચના હિસાબો નિયત અધિકારીઓ દ્વારા અવારનવાર ચેક કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેયુ હતું.
ઉમેદવારો કે રાજકીય પાર્ટીઓના ખર્ચ ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે વિડીયોગ્રાફી ટીમ સહિત વિડીયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, ફ્લાઇંગ સ્ક્વૉડ સહિત એમ.સી.એમ.સી. જેવી અલાયદી ટુકડીઓ પણ કાર્યરત કરવામાં આવી છે તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ જિલ્લામાં પ૦ હજારથી વધુની રોકડ રકમ માટે સંબંધિત વ્યક્તિઓએ જરૂરી આધાર પુરાવા રજુ કરવા પડશે, જ્યારે ૧૦ લાખથી વધુની રોકડ હેરફેરના કેસમાં આ રકમ સીઝ કરી ઇન્કમટેક્ષ વિભાગને તેની જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જિલ્લામાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદો સહિત જિલ્લાના મતદારોને કોઇ માહિતી કે માર્ગદર્શનની જરૂરી પડે તો ચૂંટણી તંત્રના હેલ્પલાઇન નંબર : ૧૯૫૦ નો ઉપયોગ કરી શકાશે, તેમ જણાવતા નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરે જિલ્લામાં રાજકીય પાર્ટીઓની પ્રચાર સામગ્રી, પોસ્ટર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ સહિત લખાણો વિગેરે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શિવાજી તબિયારે બેઠકનું સંચાલન કરતા જિલ્લાની રાજકિય પાર્ટીઓના પ્રતિનિધિઓ, મીડિયાકર્મીઓ, એમ.સી.એમ.સી.ના સભ્યો વિગેરેને પૂરક માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY