જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત
આહવા, તા.૪
ડાંગ જિલ્લાની સૌથી જુની એવી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતે તાજેતરમાં પુસ્તક પ્રદર્શન યોજાઇ ગયુ.
શાળામાં અભ્યાસ કરતા માધ્યમિક વિભાગના અંદાજીત ૭૦૦થી વધુ બાળકોએ આ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઇ, શાળાકિય પાઠ્ય પુસ્તકો સિવાયના ઇતર વાંચનના પુસ્તકોનો પરિચય કેળવ્યો હતો. ગ્રંથાલયના નિયમિત વાચકો એવા ૩૦૦થી વધુ નોîધાયેલા બાળ વાચકો, વિદ્યાર્થીઓએ પુસ્તકો લઇને, શાળા સમય બાદ શિષ્ટ વાંચન તરફ લક્ષ કેન્દ્રિત કર્યું છે તેમ જણાવતા ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરેએ, આ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારાએ પણ શાળાના ગ્રંથાલયની જાતમુલાકાત લઇ, અહીંથી તેમના વાંચન માટે પુસ્તક લઇને, વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓને પ્રેરણા પુરી પાડી છે તેમ જણાવ્યું હતું. પ્રદર્શની દરમિયાન શાળાના ગુજરાતી વિષયના શિક્ષિકા શ્રીમતી અંજના બિરારીએ જીવનમાં સારા પુસ્તકોની ઉપયોગીતા વર્ણવી, બાળ વાચકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચિત્ર શિક્ષિકા શ્રીમતી જાગૃતિ નાયકે પુસ્તક પ્રદર્શનની કાર્ય વ્યવસ્થા સંભાળી હતી. શાળા આચાર્ય શ્રી અમરસિંગ ગાંગોડાના માર્ગદર્શન હેઠળ શ્રી ડી.બી.મોરે દ્વારા પુસ્તક પ્રદર્શનના મુલાકાતીઓને જનક નાયકની વાર્તાઓના પુસ્તકો વિનામૂલ્યે અર્પણ કરાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



