વરાછા, ઉધના, લીંબાયત ઝોનમાં આછા દબાણથી પાણી આવશે

0
10

તા.૬ અને ૭ના રોજ પાણીનો ઉપયોગ કરકસરથી કરવા અપીલ
સુરત, તા.૪
સુરત મહાનગરપાલિકાનાં નિર્માણાધીન ડીંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા જળવિતરણ મથક ખાતે આવેલ પાઈપલાઈનોના જાડાણની અગત્યની કામગીરી તથા બુધવાર તા.૬-૨-૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવનાર છે. જેથી ઈસ્ટઝોન વરાછા, સાઉથ ઝોન ઉધના તથા સાઉથ ઈસ્ટઝોન લીંબાયત વિસ્તારમાં આવેલ સીમાડા, વાલક, ડીંડોલી, મગોબ, પરવત, ગોડાદરા, વડોદ, જીઆવ, બુડીયા, સોનેરી, ગભેણી, ડુંડી, દીપલી, બમરોલી તથા ઉન વિસ્તારોમાં તા.૬-૨-૨૦૧૯ તથા તા.૭-૨-૨૦૧૯ના રોજ પાણી પુરવઠો અવરોધાય ઓછા પ્રેશરથી, ઓછા જથ્થાથી મળવાની શક્યતા છે. જેની જાહેર જનતાએ નોîધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરિકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યક્ત કરવામાં આવે છે તથા નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY