અમદાવાદ,તા.૩૦
અમિત શાહની રેલીમાં આવેલા રાજનાથ સિંહે સંબોધન કરતા કહ્યું હતું કે, હું ગુજરાતનો મતદાતા છું પણ જ્યારે અમિત શાહ જ્યારે ઉમેદવારી દાખલ કરે છે ત્યારે હું હાજર થયો. ૨૦૧૪માં ચૂંટણી થઈ હતી ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હું હતો અને ભારતીય જનતા પાર્ટીને બહુમત મળ્યો હતો.
તેમણે અમિત શાહને લાલ કૃષ્ણ અડવાણીના ઉતરાધિકારી ગણાવતા કહ્યું હતું કે, આજના અવસર પર હું એ જ શુભકામનાઓ આપવા માટે આવ્યો છું. અહીંથી લાલ અડવાણી ચૂંટણી લડતા આવ્યા છે અને તેમના ઉતરાધિકારી તરીકે સંભાળવા જઈ રહ્યા છે.અહીંની જનતા રેકોર્ડ મતદાન કરશે જેથી અમિત શાહ સંસદમાં પહોંચે.
તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, આઝાદ ભારતના ઈતિહાસમાં કોઈ પ્રધાનમંત્રીએ કરિશ્માઈ કામ કર્યું છે તો તે પ્રધાનમંત્રીનું નામ નરેન્દ્ર મોદી છે. ‘ચોકીદાર ચોર નહીં હૈ, પ્યોર હૈ, દોબારા પ્રધાનમંત્રી બનતા શ્યોર હૈ. જે ભારત ગરીબ દેશની કતારમાં ઉભતો હતો તે પાંચ વર્ષમાં એવું કામ કર્યું કે ભારત જ નહીં વિશ્વનું અર્થશાશ્ત્ર ભારતની તાકાત બની છે. જે ભારત ૨૦૧૪ પહેલા દુનિયાના ટોપ ટેન દેશોમાં ન હતો તે ભારત દુનિયાના ટોપ ટેન કન્ટ્રીમાં આવી ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



