સર્વિસ ચાર્જના ૮૨ લાખ ભરપાઇ ન કરતા મેઇન પોસ્ટ ઓફિસ સીલ

0
8

જામનગર,તા.૩૦
જામનગર મહાનગરપાલિકા છેલ્લા કેટલાક દિવસોથી એક્શન મોડમાં આવ્યું છે. બાકી વેરા ન ભરનારા આસામીઓની મિલકતો સીલ કરી નાણા વસુલવાની શરૂઆત કરી છે. ત્યારે ચાંદીબજાર નજીક આવેલી મેઇન પોસ્ટ ઓફિસ સહિતની પોસ્ટ ઓફિસો પાસેથી બાકી નીકળતા સર્વિસચાર્જની ૮૨ લાખની રકમ ભરપાઇ ન કરતા સીલ કરી દીધી છે.
મહાનગરપાલિકાએ આ રકમ ભરપાઇ કરવા પોસ્ટ ઓફિસને અવારનવાર પત્રવ્યવહાર કર્યા હતા. પરંતુ રકમ ભરપાઇ કરવામાં ન આવતા આજે મનપાની ટીમના આસિસ્ટન્ટ ટેક્સ કમિશનર જીજ્ઞેશ નિર્મળ, જી.જે. નંદાણીયા સહિતની ટીમે વહેલી સવારે મેઇન પોસ્ટ ઓફિસને સીલ કરી દીધી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY