અમદાવાદ,તા.૬
છોટાઉદેપુર-મોરબીની એસટી બસમાં દારૂની હેરફેર કરનાર બસ ડ્રાઈવરની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. બસના ડ્રાઈવરે તેની સીટ પાસેની ડેકીમાં લોક એન્ડ કીમાં દારૂ છુપાવ્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે સાણંદના તેલાવ પાસે બસને રોકી હતી. ડ્રાઈવર સીટ પાસે લોક એન્ડ કીમાં તપાસ કરતાં ૨૩ દારૂની બોટલ અને ૨૪ બિયરના ટીન મળી આવ્યા હતા. બસ ડ્રાઈવર પાદરિયા છતરાભાઈની અટકાયત કરી પૂછપરછ કરતા છોટાઉદેપુરના ગુલસિંહ રાઠવાએ હળવદના કડીપાણા ગામે એક વ્યÂક્તને આપવા કહ્યું હતું. જે માટે તેને ૧૦૦૦ રૂપિયા ટીપ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




