વરાછામાં એસટી બસે બાઇકને અડફેટે લેતા ૨ વકીલને ઇજા થઇ

0
18

સુરત,તા.૬
વરાછા લંબેહનુમાન રોડ ગરનાળા નજીક આવેલા સર્કલ પાસે એસ.ટી.બસે બાઈક પર જતા બે વકીલને અડફેટે લીધા હતા. જેમાં બેન્ને વકીલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ જૂનાગઢના વિસાવદર ચાવડ ગામના વતની અને હાલમાં
પસોદરા ગામ શિવશકિત સોસાયટી ખાતે રહેતા ૨૬ વર્ષીય વર્ષીય રાકેશભાઈ તળાવીયા વકીલ છે. અને વરાછા માતાવાડી સ્થિત શોપિંગમાં ઓફીસ ધરાવે છે.
ગત બપોરે રાકેશભાઈ તેમના મિત્ર નરેન્દ્રભાઈ સોરઠીયા સાથે તેમની બાઈક પર નવી કોર્ટ બિલ્ડીંગ ખાતેથી ઓફીસે આવી રહયા હતા. તે સમયે વરાછા લંબેહનુમાન રોડ ગરનાળા પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા એસટી બસ (જીજે-૧૮-જેડ-૦૪૧૫)ચાલકે બાઇકને અડફેટે લીધી હતી.
જેમાં રાકેશભાઈ અને તેમના મિત્ર નરેન્દ્રભાઈને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે વકીલ રાકેશભાઈ મનસુખભાઈ તડવી આયે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY