ગાંધીનાં ગુજરાતમાં હિંસા..!! ક્રાઇમમાં સુરત-અમદાવાદ ટોચ પર

0
7

અમદાવાદ,તા.૯
યુપી અને બિહારની જેમ ખૂન, દુષ્કર્મ અને જાહેરમાં મારામારી કરવી એ બાબત સાવ સામાન્ય બની ગઈ છે
ભાજપના વરિષ્ઠ નેતા જયંતિ ભાનુશાળીની ટ્રેનની અંદર ગોળી મારી ઘાતકી હત્યા કરાતા ગુજરાત સલામત રાજ્ય હોવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. ઉત્તર પ્રદેશ અને બિહારની માફક ગુજરાતમાં પણ ખૂન લૂંટ, દુષ્કર્મ અને મારામારી જેવા કિસ્સાઓ સાવ સામાન્ય બની ગયા છે.
અસામાજિક તત્વો અને ગુનેગારોને કાયદાનો કોઇ જ ડર ન હોય તે રીતે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ગુજરાતની પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો ગુનેગારો ઉપર કોઈ જ કાબૂ નથી ગૃહખાતાના ક્રાઇમના આંકડા જાતા ખ્યાલ આવે છે કે ગુજરાત હવે ખરેખર સલામત રહ્યુ નથી.
છેલ્લા બે વર્ષ દરમિયાન દર વર્ષે ૧૦૦૦ લોકોથી વધુની હત્યા થઈ રહી છે જ્યારે સમગ્ર ગુજરાતમાં જાઇએ તો સરેરાશ રોજની ત્રણ હત્યા થાય છે. જેમાં સુરત અને અમદાવાદ ટોચ પર છે. દર વર્ષે આ બંને શહેરોમાં જ લગભગ પોણા ત્રણસો લોકોની હત્યા થાય છે. આ જ રીતે દુષ્કર્મની પણ એટલી જ ફરિયાદો થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY