ભાનુશાળી હત્યામાં છબીલ સાથે સમાધાનમાં મધ્યસ્થી મનજી બાપુની પૂછપરછ

0
8

અમદાવાદ,તા.૧૦
જયંતી ભાનુશાળી હત્યા મામલે પોલીસ રાતાતળાવ ગામના વતની અને ભાનુશાળી સમાજના સામાજિક અગ્રણી મનજી બાપુ(મનજી ખીયશી ભાનુશાળી)ની પણ પૂછપરછ કરી શકે છે. મનજી બાપુએ થોડા સમય પહેલા છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી સાથે સમાધાન કરાવ્યું હોવાની ચર્ચા ચાલી હતી. જયંતી ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવતાં પહેલાં પણ તેઓ મનજી બાપુને મળીને નીકળ્યા હોવાની જાણવા મળેલી હકીકતોને ધ્યાનમાં લઇને સીઆઇડી ક્રાઇમ તેમની પણ પૂછતાછ કરશે.
થોડા મહિના પહેલા સુરતમાં જયંતી ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. ત્યાર બાદ પૂર્વ ધારાસભ્ય અને જયંતી ભાનુશાળીના રાજકીય હરિફ છબીલ પટેલ વચ્ચેની રાજકીય દુશ્મનાવટ બહાર આવી ગઈ હતી અને થોડા સમયમાં જ છબીલ સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ એક કાર્યક્રમમાં મનજી બાપુએ મનિષા ગોસ્વામી અને સુનિલ ભાનુશાળી વચ્ચેના ખંડણી પ્રકરણમાં જયંતી ભાનુશાળી અને છબીલ વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
જયંતી ભાનુશાળીના હત્યા બાદ મનજી બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જાઈએ. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે રાજકીય અદાવતમાં આ હત્યા કરાઈ છે. જયંતિ ભાનુશાળીની હત્યાથી સમાજ ખૂબ દુઃખી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY