બર્લિન,તા.૧૦
સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા જ લોકોના શ્વાસ અદ્ધર થવા લાગે છે, પરંતુ હાલમાં એક હાટ પોલીસ ઓફિસર પોતાની સુંદરતાને કારણે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ છવાઇ ગઇ છે. આ હાટ અધિકારીની સુંદરતાને કારણે હવે તેમને પોતાની નોકરી સંકટમાં દેખાવા લાગી છે.
ખરેખર, સોશિયલ મીડિયામાં વાયરલ મહિલા પોલીસ કર્મચારી પોતાની સુંદરતા અને ફિટ બાડીને લઇને ચર્ચામાં છે. જર્મનીની આ મહિલા પોલીસ અધિકારીના હાથે ઝડપાવવા માટે લોકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે.
ખરેખર, જર્મનીમાં અત્યારે એક મહિલા પોલીસ કર્મચારી એડ્રિઅન કોલેસજરની સુંદરતાને કારણે લોકો તેને વારંવાર જાવા તલપાપડ થાય છે. એડ્રિઅન કોલેસજરના ચાહકો ત્યાં સુધી કહે છે કે તેઓ આ અધિકારીની સામે ગાડી Âસ્પડમાં ચલાવશે, કારણકે તેણી અમારી ધરપકડ કરી શકે.
આ મહિલા પોલીસ અધિકારીની ઉંમર અત્યારે ૩૧ વર્ષ છે અને તેની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર છવાઇ છે. સોશિયલ મીડિયાના યૂઝર્સ કહી રહ્યાં છે કે ‘મેડમ અમારી ધરપકડ કરી લો.’
એડ્રિઅન દરરોજ પોતાની ફિટ બાડીની સૌથી વધારે વર્કઆઉટ બાદ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી રહે છે. તેણીએ પોતાના સિક્સ પેક એબ્સથી લોકોને ખાસ્સા પ્રભાવિત કર્યા છે.
રસપ્રદ વાત તો એ છે કે લાંબા સમયથી ‘માડલ પોલીસ આૅફિસર’ના નામથી જાણીતી બનેલી એડ્રિઅન કોલેસજરને પોલીસ વિભાગે ચેતવણી આપી દીધી છે. વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે એડ્રિઅન કોલેસજર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું બંધ કરી દે, નહીંતર તેને નોકરીથી હાથ ધોવો પડી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



