ખાનગી એજન્સીઓ બિન ગુજરાતીઓના પગારો કરે છે પણ સ્થાનિક આદિવાસીઓનો 3 મહિનાથી પગાર બાકી
બહારના કર્મચારીઓને પૂરો પગાર આપે છે જયારે સ્થાનિક આદિવાસીઓને નક્કી કર્યા મુજબ અડધો પગાર અપાતો હોવાનો આક્ષેપ
રાજપીપલા : સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ આજે અઢી મહિના થયા છતાં સ્થાનિક એજન્સીઓ અને સરદાર વલ્લભ ભાઈ પટેલ એકતા ટ્રસ્ટ, નર્મદા નિગમ દ્વારા સ્થાનિક આદિવાસીઓના લાભાર્થે કોઈ ચોક્કસ નિર્ણય લીધો નથી, જેમની જમીનો પર સરકાર વિકાસ કરવા માંગે છે એજ સ્થાનિક આદિવાસીઓ અહીંયા રહીને નોકરી રોજગાર મેળવી સદ્ધર બને એવી કોઈ યોજના બનાવતા નથી ઉપરથી વ્હાલા દવલાની નીતિ કરી વારંવાર ઘર્ષણ ઉભું કરે છે.
ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વિવિધ વિભાગોમાં ત્રણ થી ચાર ખાનગી કંપની કામ કરે છે. સ્થાનિકોને નોકરીમાં પ્રાધાન્ય આપ્યું હોય એ માટે આ તમામ એજન્સીઓમાં 200 થી વધુ યુવક યુવતીઓ કામગીરી કરે છે. જેમાં કોઈ ટિકિટબારી પર, તો કોઈ ચોકીદાર, સફાઈ કામદાર, માળીકામ કરે છે ત્યારે આ સ્થાનિક આદિવાસી કર્મચારીઓનો છેલ્લા અઢી થી ત્રણ મહિનાથી પગાર થતો નથી જેથી પીઆરઓ કચેરી ખાતે કર્મચારીઓએ તેમના સિનિયર અધિકારીને ઉગ્ર રજૂઆત કરી અને પગારની માંગણી કરી ત્યારે એક કલાક ટિકિટબારી ખોલવા દીધી નથી જોકે પગાર બે દિવસમાં કરવાની ખાતરી અપાતા મામલો શાંત પડ્યો હતો.
બોક્ષ : ખાનગી એજન્સીઓની વ્હાલા દવલાની નીતિ
ખાનગી એજન્સીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં કરતા બહારના અને સ્થાનિક આદિવાસીઓ પૈકી તમામ કર્મચારીઓ માં વ્હલા દવલાની નીતિ અપનાવી ભેદભાવ રાખે છે, બહાર થી આવતા કર્મચારીઓને પૂરો પગાર આપે છે જયારે સ્થાનિકોને ઓછો પગાર આપે છે અને જેમાંથી પણ જેટલા પર સહીઓ કરાવે છે તેના કરતા અડધો અને અનિયમિત પગાર અપાતા હોવાની બૂમ ઉઠી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





