અમદાવાદનાં મધ્ય ઝોનમાં પીવાના પાણીની સમસ્યા યથાવત

0
8

અમદાવાદ,તા.૧૦
અમદાવાદ શહેરમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા મધ્ય ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા પાણીની લાઈનના જાડાણની કામગીરી ગુરૂવારે સવારનો પાણીનો પુરવઠો નાગિરકોને આપ્યા બાદ હાથ ધરાયું, જેના કારણે બે દિવસ સુધી સમગ્ર મધ્ય ઝોનમાં પાણીનો કકળાટ સર્જાશે.
મધ્ય ઝોનના ઈજનેર વિભાગ દ્વારા દરિયાપુર વોર્ડ ખાતે શાહપુર ચાર રસ્તાથી હલીમની ખડકી સુધી ૪૫૦ મિમી વ્યાસની લાઈનનું જાડાણ તેમજ રોડ પરની હયાત ૨૫૦ મિમી અને ૧૫૦ મિમી લાઈન નાખવાનું કામ ચાલુ છે, જેના કારણે ૪૫૦ મિમી વ્યાસના જાડાણનું કામ સવારના પાણીના પુરવઠા બાદ હાથ ધરાઈ.
તંત્રની પાણીની લાઈનના જાડાણની કામગીરી સવારનો પાણીનો પુરવઠો નાગરિકોને અપાઈ ગયા બાદ હાથ ધરાયા બાદ દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ કરાયો. દૂધેશ્વર વોટર વર્ક્સથી ખાડિયા, દરિયાપુર, શાહપુર, કાલુપુર, રાયખડ અને અસારવા વોર્ડ સહિત સમગ્ર મધ્ય ઝોનમાં દૈનિક ૭૨થી ૭૩ એમએલડી પાણી પૂરું પડાય છે, જાકે દૂધેશ્વર વોટર વર્ક્સને બંધ રાખીને ઈજનેર વિભાગ પાણીની લાઈનના જાડાણની કામગીરી કરવાનો હોઈ ગુરૂવારે સાંજનો પાણીનો પુરવઠો લોકોને અપાયો ન હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY