૧૨-૧૩ જાન્યુ.એ મેટાબોલિક રોગો અંગેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ

0
6

અમદાવાદ,તા.૧૦
આૅલ ઈન્ડીયા ઈન્સ્ટિટયૂટ ઓફ ડાયાબિટિસએન્ડ રિસર્ચ તથા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના સંયુક્ત ઉપક્રમે તા.૧૨ અને ૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ મેટાબોલિક રોગો અંગેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ- સ્વાસ્થ્યકોન ૨૦૧૯, અમદાવાદમાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઓડિયોરિયમ ખાતે યોજાઈ રહી છે. આ કોન્ફરન્સને ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને ડી ફૂડ ઈન્ટરનેશનલનો સહયોગ પ્રાપ્ત થયો છે. બે દિવસના આ સમારંભમાં ડાયાબિટીસને લગતી જટીલ સમસ્યાઓની વર્તમાન સ્થિતિ, પડકારો અને આ ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે વિવિધ સહયોગીઓ સાથે ચર્ચા હાથ ધરાશે.
ચર્ચાના વિષય પરંપરાગતથી આધુનિકતા સુધી તબીબી સારવારનીસફર’ અંગે પ્રમાણ આધારિત ડેટા અને સફળતાપૂર્વક લાગુ કરી શકાય તેવા એડવાન્સ થેરાપીના વિકલ્પોની રજૂઆત કરવામાં આવશે, જેમાં સમયાંતરે પૂરવાર થયેલા વિકલ્પો સહિતની ચર્ચા કરવામાં આવશે. આ માહિતીપ્રદ સમારંભનો અભિગમશીખવું- શીખવવું તથા જ્ઞાનના આદાન – પ્રદાનનો રહેશે. સમારંભમાં ડાયાબિટીસ મેનેજમેન્ટ વર્કશોપ્સ, પ્લેનરી સેશન્સ, પરામર્શલક્ષી કેસ સ્ટડીઝ, ચર્ચાઓ, ઈ-પોસ્ટર પ્રેઝન્ટેશન્સ અને રોમાંચક કિવઝનો સમાવેશ કરાયો છે. નિષ્ણાંતો પાસેથી જાણકારી મેળવવા માટે આ કોન્ફરન્સ એક આદર્શ મંચ બની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY