અમદાવાદ,તા.૧૧
રાજ્ય સરકારે ૨૦૧૮ના અંતમાં ૨૦૦ કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં બોન્ડ ઈશ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓની એએમસીએ નિમણૂંક કરી હતી. ઓનલાઈન વ્યાજની બોલી બોલાતા તેમાંથી ઈસ્ટિટ્યુટ પસંદ થશે. અત્યાર સુધી કોર્પોરેશને ૩૨૫ કરોડના ટેક્સ ફ્રી બોન્ડ બહાર પાડ્યા હતા. પહેલી વખત ટેક્સેબલ બોન્ડ ઈશ્યુ કરાશે. બેન્કો, એલઆઈસી, મ્યુચ્યુફંડની કંપનીઓ રોકાણ કરે તેવી શકીયતા છે.
અમૃત યોજના હેઠળ સમાવિષ્ટ કામો માટે ૨૦૦ કરોડના બોન્ડ બહાર પાડ્યા છે. જે રકમનો તે કામો માટે ઉપયોગ કરવામાં આવશે. રેટિંગને પગલે બોન્ડના વ્યાજની ૨૫ કરોડ રકમ અને કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ સબસિડી પેટે ૨૫ કરોડ કેન્દ્ર સરકારમાંથી મળશે. બોન્ડને પગલે એએમસીને ૫૦ કરોડનો ફાયદો થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



