મ્યુનિ.ની ઈ-સ્માર્ટ લાઇબ્રેરી : ૫૦ હજાર પુસ્તકો મોબાઇલ પર વાંચવા મળશે

0
9

અમદાવાદ,તા.૧૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સ્માર્ટસિટી મિશન હેઠળ શહેરીજનોને વધુમાં વધુ ક્ષેત્રમાં સ્માર્ટ સેવા પૂરી પાડવા વિભિન્ન પ્રોજેકટનું અમલીકરણ કરાયું છે અને કેટલાક પ્રોજેકટ અમલીકરણની દિશામાં આગળ ધપી રહ્યા છે, જેમાં ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેકટનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેકટ હેઠળ આગામી એક મહિનામાં અમદાવાદીઓને પ૦,૦૦૦થી વધુ ઇ-બુક મોબાઇલ પર આંગળીના ટેરવે વાંચવા મળે તેવી શકયતા છે.
આગામી દિવસોમાં એમ.જે. લાઇબ્રેરી તેમજ તેના શાખા પુસ્તકાલય તેમજ શહેરની અન્ય આર્ટ લાઇબ્રેરી સહિતની લાઇબ્રેરીના સભ્યોને પ૦,૦૦૦થી વધુ પુસ્તકો ઇ-બુકના સ્વરૂપે મોબાઇલ એપના માધ્યમથી મફતમાં વાંચવાનો લહાવો મળશે.
આમ તો તંત્રે એક લાખ ઇ-બુકનો સમાવેશ કરવાની બાબતને ટેન્ડરમાં મહત્વ આપ્યું છે. સ્માર્ટ સિટી મિશનના ઇ-સ્માર્ટ લાઇબ્રેરી પ્રોજેક્ટ હેઠળ ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, ઇતિહાસ, આરોગ્ય અને બાળ સાહિત્યને લગતી પ૦,૦૦૦ ઇ-બુક, ર૦૦ જેટલી ઓડિયો બુક, પ,૦૦૦ શૈક્ષણિક વીડિયો,રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વિષયો પરના રિસર્ચ પેપર્સ, મેડિકલ જર્નલનો સમાવેશ ધરાવતા ર૦,૦૦૦ આર્ટિકલ વગેરેને ઇ-સ્માર્ટ લાઇબ્રેરી હેઠળ આવરી લેવાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY