ભાનુશાળીના પરિવારને જીવનું જોખમ, મુંબઈથી ધમકીભર્યો કોલ આવ્યો

0
12

અમદાવાદ,તા.૧૨
કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા બાદ હવે પરિવારજનોને જાનનુ જાખમ હોવાનું બહાર આવ્યું છે. અજાણી વ્યકિત દ્વારા ફોન પર મારી નાખવાની ધમકીઓ મુંબઈથી મળતી હોવાને લઈ તેઓ શનિવારે બપોરે પોલીસ પ્રોટેક્શન માટે રેલવે એસપી ઓફિસ ખાતે પોહચ્યા હતા. પરિવારજનોએ અરજી કરી પોલીસ સુરક્ષા માંગી છે.
અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને કરાયેલી હત્યાના ગુનામાં સીઆઇડીક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના વ્યકિતને ઝડપી લીધા છે. સાથે જ મોડી રાત્રે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત થઈ છે. ભાનુશાળીની હત્યા નીપજાવનારા શૂટરોને પૂનાથી બોલાવ્યા હોવાની વાત સામે આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શકીયતાઓ થવાની અટકળો વહેતી થઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY