અમદાવાદ,તા.૧૩
ગુજરાત પ્રદેશ કાંગ્રેસની આંતરિક ઘમાસણ વચ્ચે પ્રદેશ કાંગ્રેસ કાર્યાલયે ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઇ હતી. જિલ્લા તાલુકાના આગેવાનો અને હોદેદારો સાથેની બેઠકમાં પ્રદેશ નેતાગીરીએ જાહેર કર્યુ હતું, કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની પેનલ તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવશે. જાકે ઉમેદવારોના નામની જાહેરાત કયારે કરાશે તે નક્કી નથી. કાર્યકરોને લોકસભાની આગામી ચૂંટણીને લઇ સંગઠનના કામોમાં લાગી જવા પણ આદેશ આપવામાં આવ્યા હતા. હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કાંગ્રેસના હોદેદારે અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આંતરિક ઝગડા બંધ કરીને બૂથ મેનેજમેન્ટ, પેજ પ્રભારીની કામગીરી પર ભાર મૂકવા આદેશ કર્યા હતા. સાથે સાથે સંગઠનના કામમાં લાગીજવા આદેશો આપ્યા હતા. બીજી તરફ કોગ્રેસ અત્યારે આર્થિક કડકીનો સામનો કરી રહી છે.
લોકો તરફથી કોઇ ખાસ પ્રતિસાદ મળ્યો નથી એટલે મુદત પૂરી થઇ ગયા પછીએ આ કાર્યક્રમ ચાલુ રાખવા હોદેદારોને સૂચના આપવી પડી હતી. ધનસંગ્રહની સાથે મિશન શકિત પ્રોજેકટમાં અત્યારે ૪.૩૫ લાખ કાર્યકરો જાડાયાનો દાવો કરાઇ રહ્યો છે. તો ૪૨ હજારથી વધુ બૂથ પર જનમિત્રની નિમણૂક થઇ છે. આ ક્ષેત્ર બાકી કામગીરી પૂર્ણ કરવા પણ તાકીદ કરાઇ હતી. પ્રદેશ કાર્યાલયે શુક્રવારે મળેલી કાંગ્રેસ પ્રદેશ સમિતિમાં હોદેદારો અને જિલ્લા તાલુકાના આગેવાનો સાથેની બેઠકમાં પ્રદેશ નેતાગીરીએ જાહેર કર્યું હતું, કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની પેનલ તૈયાર કરીને દિલ્હી મોકલવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જાકે ઉમેદવારોના નામની જાહેરાત કયારે કરાશે તે નક્કી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



