વાડજમાં કારચાલકે તાપણું કરતી બાળકીને અડફેટે લેતાં મોત, ૧ ઘાયલ

0
8

અમદાવાદ,તા.૧૩
રવિવારે સવારે વાડજ વિસ્તારમાં કારચાલકે અડફેટે લેતાં એક બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે એક અન્ય બાળકીને ઇજા પહોંચી હતી. સવારે ઘરની બહાર તાપણું કરી રહેલી ૧૧ વર્ષીય ધ્રુવીને કારચાલકે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યાં હતાં, જ્યારે પોલીસે કારચાલકની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો છે.
પીએસઆઇ અમિત છોવાળાના જણાવ્યા અનુસાર, સવારે સાડા આઠ વાગ્યે એક કારચાલક ભીમજીપુરાથી વિજય ક્રોસ રોડ તરફ જઇ રહ્યો હતો. દરમિયાન વિજય ક્રોસ રોડ પાસે કારચાલકે બે બાળકીને અડફેટે લીધી હતી. જેમાં એક બાળકીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે બીજી બાળકીને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતક બાળકીના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આજે સવારે ધ્રુવી તેના ઘરની બહાર તાપણું કરી રહી હતી, દરમિયાનમાં એક કારચાલક પૂરપાટ ઝડપે કાર લઇને આવ્યો હતો અને રિવર્સ લેતી વખતે કેટલાક વાહનોને ટક્કર મારી હતી.
જે બાદ બે બાળકીઓને અડફેટે લીધી હતી. ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે કારચાલકની ધરપકડ કરી હતી. ઉપરાંત કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY