સતત ચોથા દિવસે પેટ્રોલ ૪૮ અને ડિઝલ ૫૯ પૈસા મોંઘુ થયુ

0
7

ન્યુ દિલ્હી,તા.૧૩
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સળંગ થોડા પૈસાની કમી તો થોડા પૈસાની વૃધ્ધિ કરવામાં આવેલ છે. ક્રૂડની કિંમતોમાં ઘટાડો થવાની અસર હાલમાં વર્તાવામાં આવી રહી છે. કિંમતો સળંગ બે દિવસ વધી રહી છે. આજે દિલ્હીમાં પેટ્રોલ ૪૮ પૈસા તો ડિઝલ ૫૯ પૈસા મોંઘુ થયું છે. રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલ ખરીદવા તમારે રૂ.૬૯.૭૩ની ચૂકવણી કરવાની રહેશે તો ત્યાંજ ડિઝલ માટે ૬૩.૬૯ રૂપિયા ચૂકવવાના રહેશે.
ક્રૂડની કિંમતમાં ગત અઠવાડિયે વધારો જાવા મળ્યો હતો. કિંમતોમાં વૃધ્ધિ થયા પાછળ ઓપેક દેશો તરફથી કાચા તેલના ઉત્પાદનમાં કરવામાં આવેલ ઘટાડો છે. સાઉદી અરબના અનર્જી મિનીસ્ટરે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમને ભરોષો છે કે ઓપેક દ્વારા ગત વર્ષે અંતમાં આપૂર્તિમાં ઘટાડો કરવા અંગેની શરૂઆત કરવામાં આવી હતી તેમજ રૂસ સહિત કેટલાક સહયોગીઓ દ્વારા પુનઃ આપૂર્તિના ઉદ્દેશ્યથી ક્રૂડ બજારને સંતુલિત કરવામાં આવ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY