બોલો…અમદાવાદમાં ફટાકડા વેચવાનું લા:ઈન્સ માત્ર ૨૨૧ વેપારીઓ પાસે જ!!

0
13

અમદાવાદ,તા.૨૪
સુપ્રીમ કોર્ટ દ્વારા દિવાળીમાં રાતનાં આઠથી દશ વાગ્યા સુધી ફટાકડા ફોડવા તેમજ ઓછા અવાજવાળા અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ‘ગ્રીન’ ફટાકડા જ બનાવવા, વેચવા તેમજ ફોડવા જેવી ગાઈડલાઈન નક્કી કરાઈ છે. આ ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકીને લાઈસન્સવાળા વેપારીને જ ફટાકડા વેચવાની છૂટ અપાઈ છે.
જા કે અમદાવાદ જેવા મેગા સિટીમાં હવે થોડા દિવસોમાં ગલીએ ગલીએ ફટાકડાની વેચાણ કરતી દુકાન કે લારી જાવા મળશે. બિલાડીના ટોપની જેમ અસંખ્ય ફટાકડાના વેપારીઓ ભલે શહેરભરમાં દેખાય, પરંતુ તંત્રના ચોપડે તો માત્ર અને માત્ર ૨૨૧ લાઈસન્સવાળા વેપારી છે.
હિન્દુઓમાં તહેવારોના રાજા ગણાતા દિવાળીના મહાપર્વ આડે હવે માંડ ગણતરીના દિવસો રહ્યા છે. દિવાળીના સપરમા દિવસોમાં છેક ધનતેરસથી લાભપાંચમ સુધી અને ત્યારબાદ દેવદિવાળીની દેવ ઊઠી અગિયારસથી પૂનમ સુધી વિવિધ ફટાકડાઓ ફોડીને આનંદ ઊજવાય છે. શહેરમાં દિવાળીના તહેવારોમાં કરોડો રૂપિયાનું દારૂખાનું ફૂટતું હોઈ ગલીએ-ગલીએ ફટાકડાનું વેચાણ કરતી નાની મોટી દુકાન કે લારી જાવા મળે છે.
ગઈ કાલની સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ લાઈસન્સવાળા વેપારી જ ફટાકડા વેચી શકશે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે આજદિન સુધીમાં માત્ર ૨૨૧ દુકાનદાર તંત્રની શરતોને આધીન એનઓસી મેળવી શક્્યાં છે. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડના વડા એમ.એફ. દસ્તૂર કહે છે.
ફટાકડાની દુકાન કે પંડાલ કે ઉત્પાદન માટે વેપારીએ તંત્રની ગાઈડ લાઈન મુજબ સ્થળ પર આગ સામે સલામતીની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા ગોઠવીને તંત્રની એનઓસી મેળવવાની રહે છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૭૨ એનઓસી અપાઈ છે, જેમાં ૪૧ ઉત્પાદક, ૧૦ પંડાલ અને ૨૨૧ દુકાનદારોનો સમાવેશ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY