અમદાવાદ,તા.૨૫
દિવાળી વેકેશન શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદથી અન્ય સ્થળોએ દિવાળી વેકેશનમાં ફરવા જવાનું હવે પ્લાનિંગ કરનારાઓએ ખિસ્સાંનો ભાર વધારવાની તૈયારી રાખવી પડશે.
વેકેશન ટૂરનું આગોતરું આયોજન નહીં કરનારા અમદાવાદીઓને ગોવા ફરવા જવું હશે કે ઉત્તર ભારત તરફ કિયાય પણ ફરવા જવું હશે તો વિમાનનું એક તરફી રૂ.રપ થી ૩૦ હજારનું એક વ્યકિતનું ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે હિમાચલ, ગોવા અને દક્ષિણ ભારત હોટ ફેવરિટ રહે છે. મોટા ભાગના લોકો ગોવા જવાનું વધુ પસંદ કરે છે. ટ્રેનનાં વેઇટિંગ લિસ્ટ ૪૦૦ આસપાસ પહોંચી ગયાં છે.
દિવાળી વેકેશનની શરૂઆત ૩ નવેમ્બર શનિવારથી શરૂ થતી ગણી શકાય, કારણ કે દિવાળી પર્વના દિવસોની શરૂઆત આ દિવસથી થઈ જાય છે. અમદાવાદથી ગોવાનું ફલાઇટનું ભાડું ૬ નવેમ્બરના રોજ રૂ.૩૦,૦૦૦ સુધીનું છે, ૭ નવેમ્બરે રૂ.૩૪ હજાર સુધીનું છે અને ૮ નવેમ્બરે રૂ.૩૮ હજાર સુધીનું છે.
અમદાવાદ-દહેરાદૂનનું ભાડું ૩ નવેમ્બરે ૧૯ હજાર સુધીનું છે, જે ૬ થી ૭ નવેમ્બર સુધીમાં વધીને ક્રમશઃ રપ હજાર સુધી પહોંચ્યું છે. અમદાવાદ-દિલ્હીનું ભાડું ૭૦૦૦થી શરૂ કરીને ૬ નવેમ્બરના રોજ ર૦ હજાર સુધીનું છે. અમદાવાદ મુંબઈનું ભાડું ૩ નવેમ્બરે રૂ. ૧૮ હજાર સુધીનું છે.
અમદાવાદ-જયપુર રૂ.૧ર થી ૧૬ હજાર છે. અમદાવાદ-હૈદરાબાદ રૂ.૭ થી ર૦ હજાર સુધી, અમદાવાદ-કોલકાતા રૂ.૧૦ હજારથી ૧૭ હજાર સુધી. આ તમામ હવાઈ ભાડા વેકેશન શરૂ થવાના પહેલા દિવસનાં છે, જે હજુ વધવાની શકયતા છે. સામાન્ય દિવસોમાં આ ભાડું ૩ હજારથી ૭ હજાર સુધીનાં રહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



