દુષ્કર્મ કેસમાં ગાયક ક્રીસ બ્રાઉનની ધરપકડ થઇ

0
29

પેરિસ-લોસ એન્જલ્સ,તા.૨૩
ગ્રેમી એવોર્ડ વિજેતા પોપ સિંગર ક્રીસ બ્રાઉનની ફ્રાન્સના પાટનગર પેરિસમાં ધરપકડ થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
એક મહિલાએ એવો આક્ષેપ કર્યો હતો કે ક્રીસ બ્રાઉને એના પર રેપ કર્યો હતો. પોલીસે જણાવ્યા મુજબ ક્રીસ પર ડ્રગ સેવનનો પણ આક્ષેપ હતો અને મંગળવાર સુધી એ કસ્ટડીમાં હતો. એની ધરપકડ રવિવારે કરવામાં આવી હતી.
ક્રીસ પેરિસમાં શું કરી રહ્યો હતો એની વિગતો હજુ જાહેર થઇ નથી. ક્રીસ સોની મ્યુઝિકનો કાયમી કલાકાર છે. પોલીસે કહ્યું કે અમારી તપાસ પૂરી થાય ત્યારબાદ નક્કી કરાશે કે ક્રીસને જતો કરવો કે એની સામે કાનૂની કાર્યવાહી કરવી.
૨૦૦૯માં ગર્લફ્રેન્ડ અને ટોચની ગાયિકા રિહાના પર શારીરિક હુમલો કર્યાનો એકરાર કર્યો ત્યારથી ક્રીસ એક યા બીજા કારણે સતત પોલીસની ચુંગાલમાં ઝડપાતો રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY