બાપ..રે… એસટીની ગોવા-વારાણસી-હરિદ્વારની વોલ્વો બસ સર્વિસ પ્લેનથી મોંઘી..!!

0
5

અમદાવાદ,તા.૨૩
ગુજરાત એસટી પહેલીવાર અમદાવાદથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત ૬ રાજ્યો માટે બુધવારથી ૧૩ નવા રૂટ શરૂ કર્યા છે. અમદાવાદથી વારાણસી, ગોવાના પણજી, હરિદ્વાર અને ચંડીગઢ સુધી પહેલીવાર વોલ્વો બસ સેવા શરૂ થઈ. આ સેવા વિમાની અને ટ્રેન મુસાફરી કરતાં મોંઘી છે અને સમય પણ વધારે લે છે.
અમદાવાદથી વારાણસીનું ભાડું રૂ.૩૩૧૫ રખાયું છે. રાત્રે ૮ વાગ્યે ઉપડશે, ત્રીજા દિવસે સવારે ૫.૩૦ વાગ્યે પહોંચાડશે. જ્યારે ટ્રેનમાં થર્ડ એસીમાં રૂ.૧૬૫૫ ભાડું અને છે અને ૨૬.૪૫ કલાકે પહોંચાડે છે. પ્લેનમાં ૨.૧૫નો સમય લાગે છે અને રૂ. ૪૯૨૫ ભાડું છે.
અમદાવાદ-હરિદ્વારનું ભાડું રૂ.૨૬૯૬ છે. સવારે ૧૧ વાગ્યે ઉપડશે બીજા દિવસે સાંજે ૫ વાગ્યે પહોંચશે. ટ્રેનમાં થર્ડ એસીમાં રૂ.૧૩૯૦ ભાડું છે અને ૨૬.૧૫ કલાક સમય લાગે છે. જ્યારે પ્લેનમાં દિલ્હીનું રૂ.૨૦૦૭ ભાડુ છે અને ૧.૨૦ કલાકનો સમય લાગે છે. દિલ્હીથી ખાનગી વાહનમાં જવું પડે.
અમદાવાદ-ગોવાનું ભાડું રૂ.૩૩૨૦ છે. બપોરે ૪ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે ૬ વાગ્યે પહોંચાડશે. ટ્રેનમાં રૂ.૧૪૧૦ ભાડું છે અને ૧૮. ૨૫ કલાકનો સમય લાગે છે. પ્લેનમાં રૂ. ૨૪૭૧ ભાડું થાય છે અને ૧.૫૫ કલાકનો સમય લાગે છે.
અમદાવાદ-ચંદીગઢનું ભાડું રૂ. ૨૪૨૫ રાખવામાં આવ્યું છે. બપોરે ૨ વાગ્યે ઉપડશે, ત્રીજા દિવસે સવારે ૯ વાગ્યે પહોંચાડશે. આ ભાડામાં જીએસટી અને ટોલ ટેક્સ અલગથી ઉમેરાશે. ટ્રેનમાં રૂ. ૧૩૮૫ ભાડું થાય છે અને ૨૦.૨૫ કલાકનો સમય લાગે છે. પ્લેનમાં દેહરાદૂન જવું પડે ત્યાંથી વાહનમાર્ગે જઈ શકાય અને પ્લેનનું ભાડું ૪૭૦૩ થાયે તેમજ ૧.૫૦ કલાકનો સમય લાગે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY