રાજકોટ,તા.૨૩
હંમેશા કોંગ્રેસ માટે માથાનો દૂખાવો રહેલા રાજકોટ કોંગ્રેસના નેતાઓની પસંદગીના મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આ વખતે કોંગ્રેસે ભાજપમાંથી આવેલા અશોક ડાંગરને સીધા જ શહેર પ્રમુખ બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ હતા, જેઓએ રાજીનામું આપી દેતા આ જગ્યા ખાલી હતી.
રાજકોટના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે, કોંગ્રેસે પોતાના શહેર પ્રમુખની પસંદગી કરી લીધી છે, તેઓએ આ મોટી જવાબદારી ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા અશોક ડાંગરને સોંપી છે. અશોક ડાંગર વર્ષ ૨૦૧૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદીના કહેવાથી ભાજપમાં જાડાયા હતા. કહેવામાં આવી રÌšં છે કે ભાજપ પક્ષમં સતત અવગણના થવાથી તેઓ કોંગ્રેસમાં પરત ફર્યા છે.
અશોક ડાંગર કોંગ્રેસ પક્ષમાંથી અઢી વર્ષ સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે રહી ચુક્વ્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી તેમજ પીઢ મંત્રી મનોહરસિંહજી જાડેજા જૂથના હતા. પરંતુ નરેન્દ્ર મોદીના કહેવાથી તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા.
નોંધનીય છે કે ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં મોટાપાયે ઉથલપાથલ થતી હોય છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અનેક મોટા માથાઓ પક્ષાંતર કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



