અમદાવાદમાં ટીવી રિચાર્જ બાબતે પિતાએ પુત્રની હત્યા કરી

0
6

અમદાવાદ,તા.૨૭
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પુત્રની હત્યા કર્યા બાદ પિતા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા. અમરાઈવાડી પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમરાઈવાડીના જાગમાયાનગરમાં આવેલા ફ્લેટમાં રહેતા ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૬૪)ને તેના પુત્ર અજય (ઉ.વ.૨૪) સાથે આજે સાંજે ટીવીના રિચાર્જ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં અજયે ટીવી ઉંચકીને નીચે ફેંકી દેતા તેના પિતા ગોવિંદભાઈને ગુસ્સો આવ્યો હતો. ગોવિંદભાઈએ અજયને લાકડી વડે ઢોર માર માર્યો હતો. અજયને એ હદે માર માર્યો હતો કે તેનું મોત થઈ ગયું હતું.
અજયને ખૂબ માર મારતા તેનું મોત થઈ ગયું હતુ. ઘટના બાદ તેઓનાથી પુત્રનું મોત થયું હોવાનું અહેસાસ થતાં ગોવિંદભાઈ તેમની પત્ની સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોચીં ગયા હતા. જ્યાં પીઆઈ જે.એસ.નાયકે જણાવ્યું હતું કે ટીવી રિચાર્જ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલચાલીમાં બનાવ બન્યો હતો હાલ પિતાની અટકાયત કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY