બ્રાઝીલમાં ડેમ ધસી પડતાં ૪૦ લોકોના મોતઃ ૩૦૦થી વધુ લોકો ગુમ

0
6

ડેમ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં કાંપથી ભરેલુ પૂર આવ્યુ
રિયો ડી જાનેરો,તા.૨૭
દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં એક ખાણની પાસે સ્થિત ડેમ ધસી પડવાના કારણે થયેલી તબાહીમાં ઓછામાં ઓછા ૪૦ લોકોનાં મતો થયા છે અને લગભગ ૩૦૦ લોકો ગુમ છે. તેમાંથી અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.
બ્રાઝીલના મિનાસ ગેરેસ રાજ્યમાં બેલો હોરિજાંટો શહેરની પાસે વેલ ખાણમાં શુક્રવારે આ દુર્ઘટના બની. ડેમ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં કાંપથી ભરેલું પૂર આવી ગયું અને બ્રમાડિનો શહેરની આસપાસના ખેતરો તેની ઝપટમાં આવી ગયા. શનિવારે અનેક હેલિકોપ્ટરોને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યા, કારણ કે ડેમ ધસી પડ્યા બાદ કાંપ અને કિચડ ઈમારતોમાં ભરાઈ ગયો છે.
રાજ્યના ફાયરબ્રિગેડ સેવાના અધિકારી કર્નલ એડગાર્ડ એસ્ટાવાઓએ પત્રકારોને કહ્યું કે, અમને હજુ પણ લોકો જીવીત બચવાની આશા છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ મુજબ ૨૯૬ લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ આ તમામ ખાણ કર્મચારી છે.
અત્યાર સુધી ૪૦ લોકોનાં મોત થવાના અહેવાલ છે અને ૧૭૬ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી ૨૩ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, આવા દ્રશ્યો જોઈને ભાવુક થયા વગર ન રહી શકતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY