રિવરફ્રન્ટ પર મુકાયેલો મેટ્રોનો ડમી કોચ લોકો માટે બંધ કરાયો

0
7

અમદાવાદ,તા.૨૮
અમદાવાદ શહેરમાં દોડનારી મેટ્રો ટ્રેનના એક કોચને લોકો માટે સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ પાસે મુકવામાં આવ્યો છે. પરંતુ આ કોચ લોકો માટે છેલ્લા ત્રણ-ચાર દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે. કોચની પાસે સેલ્ફી લેતા સમયે એક વ્યકિત નીચે પટકાઈ હતી જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈ આ કોચ લોકોને જાવા માટે થોડા દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે.
મેટ્રો ટ્રેનના કોચને લોકોના ડિસ્પ્લે માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુકવામાં આવ્યો છે. જેમાં લોકોનો ધસારો જાવા મળે છે. રિવરફ્રન્ટ પર હાજર સિકિયુંરિટી સ્ટાફના લોકોએ જણાવ્યું હતું કે ત્રણ-ચાર દિવસ પહેલા ૪૫ વર્ષના એક વ્યકિત મેટ્રો કોચ જાવા આવ્યા હતાં. કોચ પાસે તેઓ સેલ્ફી લેવા ગયા ત્યારે તેઓનો પગ લોખડની એન્ગલમાં ભરાઈ જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનાને પગલે લોકોએ હોબાળો મચાવ્યો હતો. શોપિંગ ફેસ્ટિવલના કારણે લોકો પણ વધુ હતા અને લોકો ગુસ્સામાં આવી તોડફોડ કરવા સુધી પહોચી ગયા હતા જા કે ત્યાં હાજર સિકિયુંરિટી સ્ટાફે મામલો સંભાળી અને તે વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY