ભાવનગર,તા.૨૮
શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરના સરદારનગરથી ભરતનગર જતા રસ્તામાં આવતી શિક્ષક સોસાયટીમાં લોક પ્રશ્નો સાંભળ્યા ગયા હતા. જેમાં એક ચોંકાવનારી રજૂઆત થઇ હતી કે બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યાલયની બાજુમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે આ રજૂઆત થતા મંત્રીએ લોકોને આ પ્રશ્ને માત્ર હૈયાધારણ આપવાને બદલે આ વિસ્તારના રહેવાસીઓ સાથે સંવેદના વ્યક્ત કરી તત્કાલ સ્થળ પર દરોડો પાડી દારૂ પકડ્યો હતો.
રહિશોએ કહ્યું દારૂ વેચાય છે તેથી વાતાવરણ દૂષિત થાય છે. વિભાવરીબેને પોલીસ બોલાવીને જાતે જઈ દરોડા પાડી ફરિયાદ લખાવી. ત્યારબાદ પોલીસે આ સ્થળેથી દારૂ કબ્જે લેવાયો હતો. આ વિસ્તારમા રહેતા મહિલા આરોપી ગોપીબેન ગોરધનભાઈ વલેચા પાસેથી રૂ.૨૦૦૦ની કિંમતનો ૧૬ લીટર દેશી દારૂ કબજે લેવાયો હતો. બાદમાં મંત્રીએ આ સ્થળે જ નહીં પણ શહેરમાં કિયાય પણ આવું ન ચલાવી લેવા પોલીસને સૂચના આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





