દારૂની મહેફીલ માણતા ૪ યુવતી સહિત ૬ ઝડપાયા

0
40

અમદાવાદ,તા.૩૦
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદનાં વસ્ત્રાપુરમાં પોલીસે બાતમીનાં આધારે રેડ પાડી દારૂની મહેફિલ ઝડપી પાડી છે. પોલીસે વસ્ત્રાપુરમાં રેડ પાડીને ચાર યુવતી સહિત ૬ લોકોની ધરપકડ કરી છે.
ગુરુકુલ રોડ પર યશ પ્રભા એપાર્ટમેન્ટનાં ફ્લેટમાં મહેફિલ ચાલતી હતી તે દરમ્યાન પોલીસે બાતમીનાં આધારે દરોડા પાડ્યાં હતાં. જેમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારનાં ગુરૂકુળ ફ્લેટમાં પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ યુવક-યુવતી સહિત ૨૫ લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેઓને પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયાં હતાં. દારૂની મહેફિલ માણી રહેલાં લોકોને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યાં હતાં.
જા કે તેમ છતાં આ યુવક-યુવતીઓ જાણે કે પોતાનું કંઇક સ્ટેટસ હોય તે રીતે પોલીસ સ્ટેશનમાં તેઓએ સેલ્ફી લીધી હતી અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. જેમાં સ્પષ્ટપણે જાવાં મળી રહેલ છે કે જાણે તેઓ પોલીસનાં હાથે ઝડપાઇને ખુશી અનુભવી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY