વડોદરા,તા.૩૦
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલંગ હાઉસમાં બુધવારે અચાનક ભીષણ આગ લાગી હતી. જેને પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અડધા કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.આગની ઘટનાને પગલે અલંગ ગાઉસમાં ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.
આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અલંગ હાઉસમાં આગને કારણે બાજુમાં આવેલું ગેરેજ પણ આગની ચપેટમાં આવી ગયું હતું. જેને કારણે ગેરેજમાં પડેલી બે જેટલી કાર પણ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી.
વડોદરા શહેરની મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ગુજરાત એલ્યુમિનિયમ ઇક્સટ›ઝન્સ કંપનીમાં ર૭ જાન્યુઆરીએ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ૬ જેટલા ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થયાં હતાં.
વડોદરામાં બનતા આગના બનાવો દરમિયાન ફાયર ફાઈટર ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાય છે. ત્યારે લોકોએ પણ આ બાબતે જાગૃતતા કેળવવાની જરૂર છે અને પોતાના રહેઠાણ કે વ્યાપારના સ્થાને શોર્ટ સર્કિટ કે બીજા કોઈ પણ કારણસર આગ ન લાગે તેવી ચોકસાઈ રાખવાની જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



