અમદાવાદ,તા.૩૦
અમદાવાદના માધુપુરામાં ખાતે રહેતી લવ મેરેજ કરનાર એક યુવતીનુ તેના સંબંધીઓએ નવા નરોડા ખાતેથી અપહરણ કર્યું હતું જેને પગલે યુવતીના પતિએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
આ બનાવની વિગત મુજબ માધુપુરામાં નિશાળવાળી ચાલીમાં રહેતા હિતેશ માળીએ તેમની નીચે રહેતી રોશનીદેવી ઓમ પ્રકાશ કુરીલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પ્રેમ લગ્ન કર્યા બાદ ૨૭ નવેમ્બરના રોજ હિતેશ અને તેની પત્ની રોશની હિતેશના નવા નરોડામાં રહેતા મામાના દીકરાના ઘરે ગયા હતા. દરમિયાન બે મોટર સાયકલ પર હિતેશની ચાલીમાં રહેતા તેના કાકા હજારીમલ માલી તેમનો પુત્ર ધીરજ તથા હિતેશના મોટા બાપાનો દીકરો નીતિન માલી અને રોશની દેવીનો ભાઈ દિપક ઓમપ્રકાશ ચંપાલાલના ઘરે આવ્યા હતા. તેમણે ચંપાલાલને ગડદાપાટુનો માર માર્યો હતો. તે સિવાય હિતેશ અને તેની પત્ની રોશની દેવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચારેય જણા હિતેશની પત્ની રોશની દેવીનું બાઈક પર ધારણ કરીને ભાગી ગયા હતા.
આ અંગે હિતેષે તેના કાકા હજારીમલ માલી, નિતીન માલી અને રોશની દેવીના ભાઈ દિપક કુરીલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



