ભગવાન રામ અને હનુમાન આર્ય જાતિના છે : સત્યપાલ સિંહ

0
22

યોગી બાદ મોદી સરકારના મંત્રીનું નિવેદન
અલવર,તા.૩૦
ભાજપના નેતાઓ આજકાલ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હનુમાનજી પર નિવેદન આપવા માટે હરિફાઈમાં ઉતર્યા હોય તેમ લાગે છે.
પહેલા યોગી આદિત્યનાથે કહ્યું હતુ કે હનુમાનજી દલિત હતા અને હવે મોદી સરકારમાં રાજ્યકક્ષાના માનવ સંસાધન મંત્રી સત્યપાલસિંહે એક ચૂંટણી સભામાં કહ્યું છે કે હનુમાનજી આર્ય હતા.
સત્યપાલ સિંહે અલવરમાં એક સભાને સંબોધતા કહ્યું હતુ કે રામ અને હનુમાનના સમયમાં જાતિ વ્યવસ્થા નહોતી અને વર્ણ વ્યવસ્થા હતી.તે સમયે દલિત, વંચિત અને શોષિત હતા નહી. ભગવાન રામ અને હનુમાન આર્ય જાતિના છે.ભારત વર્ષમાં પહેલા આર્યો જ હતા.
સત્યપાલસિંહે કહ્યું હતુ કે યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત કહ્યા છે તો તે અંગે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY