રાતમાં શું રંધાયું કે સવારે રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો : અમિત ચાવડા

0
8

અમદાવાદ,તા.૨
આશા પટેલના રાજીનામા બાદ હવે કોંગ્રેસના મોવડી મંડળમાંથી અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગઈ કાલે યોજાયેલી મીટીંગમાં તેમને કોઈ પ્રશ્ન હોય તેવું લાગ્યું નહોતું. તેમણે પાર્ટી સાથે પરામર્શ કર્યા વિના આ નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા સંગઠન પ્રભારી રાજીવ પ્રભારી સાતમ સાથે ચર્ચા કરાઈ હતી. જ્યાં બધા ધારાસભ્યોને સાંભળવામાં આવ્યા હતા. ત્યાં પણ કોઈ સમસ્યા નહોતી.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના વ્યકિતગત હિતો માટે અને સ્વાર્થ માટે નિર્ણય લેવાયો છે. તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે તેઓ કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા તોડવાની કામગીરી કરી રહ્યા છે. આ સિવાય તેમણે ભાજપ પર લોભ અને લાલચ આપવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
પક્ષના કાર્યકરોને સોંપવામાં આવતી કામગીરી મુદ્દે અમિત ચાવડાએ કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલા મહિલા કાર્યકર્તા તરીકે તેમને તક આપવામાં આવી હતી. ત્યાંના કાર્યકરોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેમણે મતદારોનો અભિપ્રાય લેવો જાઈએ. પક્ષ સાથે પરામર્શ કરવો જાઈએ. પણ આવું આશા બેને કંઈ ન કરતા હવે મતદારો પણ તેમનાથી નારાજ છે. પરિવાર હોય કે પાર્ટી હોય નાના મોટા પ્રશ્નો ચાલવાના જ પણ જે વર્ષોથી પાર્ટી સાથે જાડાયેલા છે. તેઓ વખતો વખત આવા નિર્ણયો લાવતા હોય છે પણ તેમણે આશા બેન માટે કોઈ બીજુ કારણ હોવાનું જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY