અમદાવાદ, તા.૨૪
ચારેક દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં ભારે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર તોફાની વરસાદ તૂટી પડયા બાદ મેઘરાજાએ સહેજ વિરામ લઇ આજ સવારથી અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘમહેર વરસાવવાનું ચાલુ કર્યું હતું. અમદાવાદ શહેરમાં સમગ્ર દિવસ દરમ્યાન વરસાદના હળવાથી ભારે ઝાપટાં ચાલુ રહ્યા હતા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાઇ ગયા હતા. બીજીબાજુ, શહેરમાં વરસાદી માહોલને લઇ ટ્રાફિક ચક્કાજામની સ્થતિ વચ્ચે જાહેર માર્ગો પર ભુવા અને ખાડાઓ પડવાની સમસ્યા ચાલુ રહેવા પામી હતી. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા શરૂ થઇ ગયા હતા. સમગ્ર દિવસ દરમ્યાન આ વરસાદી ઝાપટાંઓ ચાલુ રહ્યા હતા. અમદાવાદીઓ વરસાદી માહોલને લઇ ખુશખુશાલ બન્યા હતા. શહેરીજનોએ બાફ અને ઉકળાટના વાતાવરણમાં રાહત મેળવી હતી અને વરસાદી ઠંડકનો અનુભવ કર્યો હતો. આજે શહેરના એસ.જી.હાઇવે, વેજલપુર, જાધપુર, વ†ાપુર, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, વાસણા, મણિનગર, સીટીએમ, હાટકેશ્વર, મેઘાણીનગર, બાપુનગર, નરોડા, નારોલ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાઓના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને પૂર્વના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાની સૌથી વધુ અસર જાવા મળી હતી. સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહેલા વરસાદી ઝાપટાઓ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ભુવા અને ખાડાઓ પડવાની સમસ્યા ચાલુ રહી હતી, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પણ આજે ભારે વરસાદ નોંધાયો હતો.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



